૧૫ મે ના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસના રૂપમાં મનાવવામાં આવે છે

કેમ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ.

International Day of Families 2024 : કેમ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, જાણો ઇતિહાસ અને મહત્વ

પરિવારના મહત્વને યાદ અપાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દર વર્ષે ૧૫ મે ના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસની શરૂઆત એટલા માટે કરવામાં આવી કારણ કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં પરિવારના મહત્વને સમજે અને તેમનો આભાર માનવા માટે એક દિવસ આપે. કુટુંબ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમીર હોય કે ગરીબ, ગુનેગાર હોય કે અધિકારી, પરિવાર દરેક વ્યક્તિના જીવનનો આવશ્યક ભાગ છે. પરિવારની આ ભૂમિકાની ઉજવણી કરવા માટે વિશ્વ કુટુંબ દિવસ દર વર્ષે ૧૫ મેના રોજ ઉજવવામાં આવે છે.

ફેમિલી ડે દર વર્ષે ૧૫ મેના રોજ ઉજવવામાં આવે છે. પરિવારની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને વૈશ્વિક સ્તરે ઉજવવાનું નક્કી કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ થીમ

મે ૨૦૨૪માં યુનાઇટેડ નેશન્સ બુધવારે ૧૫ મેના રોજ પરિવારના આંતરરાષ્ટ્રીય વર્ષની ૩૦મી વર્ષગાંઠની ઉજવણી કરશે. જેની થીમ ફેમિલી એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ છે. તેનો ધ્યેય પરિવારો પર આબોહવા પરિવર્તનની અસરો અંગે જાગૃતિ લાવવાનો અને આ અસરોને ઘટાડવા માટે પગલાં લેવા પ્રોત્સાહિત કરવાનો છે.

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઈતિહાસ

1994માં પ્રથમ વખત વિશ્વ કુટુંબ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ દિવસનો પાયો ૧૯૮૯માં જ નાખવામાં આવ્યો હતો. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ૯ ડિસેમ્બર ૧૯૮૯ના ઠરાવમાં દર વર્ષે કુટુંબના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી, જેનો હેતુ જીવનમાં પરિવારના મહત્વને પ્રકાશિત કરવાનો હતો. આ પછી ૧૯૯૩માં યુએન જનરલ એસેમ્બલીએ એક ઠરાવમાં ૧૫ મે ના રોજ ફેમિલી ડેની તારીખ તરીકે નક્કી કરી. ત્યારથી વિશ્વ કુટુંબ દિવસ દર વર્ષે ૧૫ મેના રોજ ઉજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસનું મહત્વ

વિશ્વ કુટુંબ દિવસની ઉજવણી પાછળનું કારણ વિશ્વભરના લોકોને તેમના પરિવાર સાથે જોડાયેલા રાખવા અને કુટુંબ સંબંધિત મુદ્દાઓ પર સમાજમાં જાગૃતિ ફેલાવવાનું હતું. દર વર્ષે આ દિવસની ઉજવણી કરીને યુવાનોને પરિવારના મહત્વ વિશે જણાવવામાં આવે છે.

જો સમાજ પરિવારના મહત્વ પર ભાર આપે. જો પરિવાર મજબૂત હશે તો આપણી સંસ્થાઓ અને સમુદાય પણ મજબૂત બનશે. કુટુંબ જુદા જુદા મંતવ્યો અને પસંદ સાથે લોકોને એક કરે છે. તે લોકોને તેમના પરસ્પર મતભેદો ભૂલીને પ્રેમથી અને લાગણીથી જીવવાની પ્રેરણા આપે છે, પરિવાર એકબીજાને ટેકો આપવાનું અને એકલતા દૂર કરવાનું કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *