તાજતેરમાં એક્ટ્રેસ નીના ગુપ્તાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક રેસીપી શેર કરી હતી જે ઉનાળામાં તમે ખાસ બનાવી શકો છો, આ એક બિહારી રેસીપી છે.

ઉનાળા ની કાળઝાળ ગરમી શરૂ છે, ત્યારે પરસેવો વધુ થાય છે તેથી બોડીને હાઈડ્રેટેડ રાખવા અને ઠંડક માટે આપણે છાશ, દહીં અન્ય, ફ્રૂટ્સ અને શરીરને ઠંડક આપતા શાકભાજી ખાવાનું પસંદ કરવામાં આવે છે, શાકભાજીમાં દૂધી અથવા લૌકી ની તાસીર ઠંડી છે તેથી તેનું સેવન ઉનાળામાં ગુણકારી માનવામાં આવે છે, તેમાંથી તમે અનેક રેસીપી બનાવી શકો છો.
તાજતેરમાં એક્ટ્રેસ નીના ગુપ્તાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક રેસીપી શેર કરી હતી જે ઉનાળામાં તમે ખાસ બનાવી શકો છો, આ એક બિહારી રેસીપી છે. બિહારની રેસીપીનું નામ આવે ત્યારે સૌ કોઈના મગજમાં લીટી ચોખાનું નામ અચૂક આવે છે. પરંતુ બિહાર અન્ય ઘણી વાનગીઓ માટે ફેમસ છે. જેમાંની એક છે ”લૌકી જબર” જેની તાજતેરમાં એક્ટ્રેસ નીના ગુપ્તાએ રેસીપી શેર કરી હતી.

લૌકી ( દુધી ) જબર વિશે
બિહારના લોકો તેને લૌકા જબર પણ કહે છે. શેફ સદાફ હુસૈને જણાવ્યું હતું કે, “લૌકી જબર એ ઉનાળા માટે પરફેક્ટ વાનગી છે કારણ કે તે પચવામાં સરળ છે અને તેમાં ઓછામાં ઓછું ૫૦% પાણી છે.”
આ વાનગી બિહારના લોકોમાં એક વિશેષ સ્થાન ધરાવે છે, દૂધી ભારતીય ભોજનમાં મુખ્ય છે અને તે ઘણા આવશ્યક પોષક તત્ત્વોની સાથે વિટામિન બી અને સીથી પણ સમૃદ્ધ છે.
શેફ હુસૈનએ કહ્યું કે, ”બિહારમાં છઠ પૂજાના તહેવાર દરમિયાન દિવસભર ઉપવાસ રાખતી મહિલાઓ દૂધી હટવા લૌકી જબરજેવા ખોરાકનું સેવન કરે છે જે સરળતાથી સુપાચ્ય ખોરાક છે.”
શેફ હુસૈનના જણાવ્યા મુજબ, તમે ઘીની જગ્યાએ સરસવનું તેલ ઉમેરીને લૌકા જબરને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો છો કારણ કે તેમાં રાંધેલા ખોરાકમાં તેનો પોતાનો ટેન્ગી અને મસાલેદાર સ્વાદ આવે છે.
લૌકી ( દુધી )જબરના સ્વાસ્થ્ય ફાયદા
શેફ હુસૈન કહે છે કે, “લૌકી જબર સૂપી છે અને તેમાં ઉમેરવામાં આવેલા સામગ્રી ફાઇબરથી ભરપૂર છે અને પાચનમાં મદદ કરે છે.” લૌકી અથવા દૂધીમાં આલ્કલાઇન pH હોય છે, જે પેટમાં એસિડિટીનું લેવલ સંતુલિત કરવામાં મદદ કરી શકે છે.”
લૌકી ( દુધી )જબર” ની રેસીપી
સૌ પ્રથમ દૂધીને છીણી લો. ત્યારબાદ ચોખા પલાળીને તેને કુક કરો. હવે છીણેલી દૂધીને તેમાં મિક્ષ કરીને ઓછા પાણીમાં કુક કરો.
વાનગનો સ્વાદ વધારવા માટે વઘાર કરીને તડકા તૈયાર કરી શકો છો, જેમાં જીરું, લસણની લવિંગ, ધાણા, મીઠા લીમડાના પાન અને લાલ મરચાંના પાઉડરનો સમાવેશ થાય છે. એકવાર સારી રીતે ભળી જાય પછી, સર્વ કરી શકો છો.શેફે કહ્યું, ” જે લોકો ચોખાનું સેવન નથી કરતા તેઓ રાઈસની જગ્યાએ મિલેટનો ઓપ્શન પસંદ કરી શકે છે.”