લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. આ દરમિયાન યોગી આદિત્યનાથ સહિત લગભગ ૧૨ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ તેમની સાથે હતા.

નોમિનેશન દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત લગભગ ૧૨ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ તેમની સાથે હતા. આ સિવાય અનેક મોટા મંત્રીઓ અને નેતાઓ વારાણસી પહોંચ્યા હતા.
કોંગ્રેસે પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. જાણીતું છે કે પીએમ મોદી વારાણસી લોકસભા સીટ પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. વારાણસી લોકસભા સીટ પરથી તેઓ બે વખત મોટી જીત મેળવી ચૂક્યા છે.