અમેરિકી પ્રેસિડન્ટના ઘરમાં ઉડી પાણીપુરી-સમોસાની ડિશો.
અમેરિકી પ્રેસિડન્ટના ઘર વ્હાઈટ હાઉસમાં મહેમાનોને પાણીપુરી અને સમોસા પીરસવામાં આવ્યાં હતા અને મહેમાનો પણ તેની મજા ઉઠાવતાં જોવા મળ્યાં હતા.
ભારત અને ભારતીયોનો ડંકો દુનિયાભરમાં વાગી રહ્યો છે. જોકે હવે ભારતીય ગીત પણ વધુ પ્રચલિત બન્યા છે અને ભારત પ્રત્યેના દેશપ્રેમને રજૂ કરવા માટે અનેક મોટી સંસ્થાઓમાં ભારતના દેશભક્તિના ગાયનો વાગતા નજરે ચઢતા હોય છે. એક વર્ષથી પણ ઓછા સમયમાં બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિના મુખ્ય સ્થાન, વ્હાઈટ હાઉસમાં ભારતનું દેશભક્તિ ગીત વગાડ્યું હતું.
વ્હાઇટ હાઉસ મરીન બેન્ડે એશિયન અમેરિકનો માટે ભારતીય દેશભક્તિ ગીત ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા’ વગાડ્યું હતું. આ સિવાય વાર્ષિક કાર્યક્રમમાં મહેમાનોને ભારતીય ભોજન પણ પીરસવામાં આવ્યું હતું, જેમાં ગોલગપ્પા, સમોસા અને ભારતીય મીઠાઈઓ પણ સામેલ હતી. આ અગાઉ ૨૩ જૂન, ૨૦૨૩ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન પણ આ ગીત વગાડવામાં આવ્યું હતું. ભારતીય-અમેરિકન સમુદાયના નેતા અજય જૈન ભુટોરિયાએ જણાવ્યું કે આ કાર્યક્રમ મજબૂત યુએસ-ભારત સંબંધોને દર્શાવે છે.
મહેમાનોને પીરસવામાં આવેલા ગોલગપ્પા અને સમોસા આ રિસેપ્શનમાં ભારતીય સ્ટ્રીટ ફૂડ પણ જોવા મળ્યું હતું, જેમાં ગોલગપ્પા (પાણી પુરી), સમોસા અને ભારતીય મીઠાઈઓ સામેલ હતી. ગયા વર્ષે જ્યારે હું અહીંયા હતો, ત્યારે ત્યાં ગોલગપ્પા હતા. આ વર્ષે પણ, હું તેને શોધી રહ્યો હતો અને પછી અચાનક મારી સામે પાણપુરીની ડિશ ધરી દેવામાં આવી હતી. પાણીપુરીનો સ્વાદ મસાલેદાર પરંતુ ખૂબ સારો હતો.