વર્લ્ડ હાઇપર ટેન્શન ડે

વર્લ્ડ હાઇપર ટેન્શન ડે વર્ષ ૨૦૦૫થી ઉજવાય છે. દુનિયાભરમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. આવી સ્થિતિમાં વર્લ્ડ હાઇપર ટેન્શન ડેનું મહત્વ વધી જાય છે.

World Hypertension Day: વર્લ્ડ હાઇપર ટેન્શન ડે, હાઇ બ્લડપ્રેશરના દર્દી માટે ખાસ દિવસ, જાણો કેમ

હાઇપર ટેન્શન એ હાઇબ્લડ પ્રેશર સંબંધિત બીમારી છે. હાલ નાની ઉંમરના લોકો પણ હાઇબીપીની સમસ્યાથી પરેશાન છે. એક સામાન્ય અંદાજ મુજબ દુનિયાભરમાં એક અબજથી વધુ લોકો હાઈ બીપીથી પીડાય છે. હહાઇપર ટેન્શન હૃદયરોગ અને અકાળ મૃત્યુ થવાનું એક મુખ્ય કારણ છે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં હાઈ બીપીની સમસ્યા સતત વધી રહી છે. લગભગ બે તૃતિયાંશ કેસ એવા જોવા મળે છે જેમાં લોકોને ખબર નથી હોતી કે તેમને હાઈ બીપીની સમસ્યા છે. હાઇપર ટેન્શન એટલે કે હાઇ બ્લડપ્રેશર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા હેતુ વર્લ્ડ હાઇપરટેન્શન ડે ઉજવાય છે. આવો જાણીએ વિશ્વ હાઇપર ટેન્શન દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે અને ૨૦૨૪માં તેની થીમ શું છે. ે

વર્લ્ડ હાઇપર ટેન્શન ડે કઇ તારીખે ઉજવાય છે?

વર્લ્ડ હાઇપર ટેન્શન ડે દુનિયાભરમાં દર વર્ષે ૧૭ મેના રોજ ઉજવાય છે. વર્લ્ડ હાઇપર ટેન્શન લીગ દ્વારા સૌ પ્રથમવાર વર્ષ ૨૦૦૫માં ૧૪ મેના રોજ વર્લ્ડ હાઇપર ટેન્શન ડે ઉજવાયો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૦૬માં WHL દર વર્ષ ૧૭ મેના રોજ વર્લ્ડ હાઇપર ટેન્શન ડે ઉજવવાનું નક્કી કર્યું છે.

વર્લ્ડ હાઇપર ટેન્શન ડે કેમ ઉજવાય છે?

ડબ્લ્યુએચઓ અનુસાર, આ દિવસ દર વર્ષે વિશ્વભરમાં હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારીઓથી બચવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં હાયપર ટેન્શનના વ્યાપમાં ૨૫ %નો ઘટાડો કરવાના વૈશ્વિક લક્ષ્યાંકને હાંસલ કરવા માટે, ડબ્લ્યુએચઓ અને યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ ૨૦૧૬ માં ગ્લોબલ હાર્ટ્સ ઇનિશિયેટિવની શરૂઆત કરી હતી અને આજે પણ તેના હેઠળ કામ કરવાનું ચાલુ રાખ્યું છે. આ માટે ૫ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. દાખલા તરીકે,

HEARTS એટલે હૃદયરોગનું વ્યવસ્થાપન કરવુંMPOWER એટલે તમાકું પર અંકુશACTIVE એટલે શારીરિક પ્રવૃત્તિ વધારવીSHAKE એટલે મીઠુનું સેવન ઘટાડવું,REPLACE એટલે ટ્રાન્સ ફેટને દૂર કરવો

વર્લ્ડ હાઇપર ટેન્શન ડે કેમ ઉજવાય છે?

વિશ્વ હાયપરટેન્શન દિવસ દર ૧૭ મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં હાઇ બ્લડપ્રેશર બીમારી વિશે જાગૃતિ લાવવી, રોકથામ, તપાસને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલનો હેતુ વિશ્વભરમાં હૃદયની તંદુરસ્તી સુધારવાનો છે. આ હેઠળ, હાઈ બીપી ધરાવતા લોકોને વધુ અસરકારક રીતે શોધી કાઢવા અને તેમની સારવાર કરવા પર ભાર મૂકવામાં આવે છે. તેમજ આ ૫ પદ્ધતિઓને લોકોમાં લાગુ કરીને હાર્ટ એટેક, સ્ટ્રોક અને હૃદયને લગતી હેલ્થ ડિસીઝના જોખમને ઘટાડવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે.

વર્લ્ડ હાઈપરટેન્શન ડે થીમ ૨૦૨૪ શું છે?

વર્લ્ડ હાઇપર ટેન્શન ડે ઉજવણી માટે દર વર્ષે એક ખાસ થીમ નક્કી કરવામાં આવ છે. વર્ષ ૨૦૨૪ની થીમ છે- તમારા બ્લડપ્રેશરને સચોટ રીતે માપો, તેને નિયંત્રિત કરો, લાંબુ જીવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *