AAP સાંસદ સ્વાતિ માલીવાલે તેમની સાથે થયેલી ગેર વર્તણૂક મામલે વિભવ કુમાર સામે નોંધાવી ફરિયાદ

આપના સાંસદ સ્વાતિ માલીવાલે તેમની સાથે થયેલી ગેર વર્તણૂક અંગે આખરે મૌન તોડ્યું છે.

આપના સાંસદ સ્વાતિ માલીવાલે તેમની સાથે થયેલી ગેર વર્તણૂક અંગે આખરે મૌન તોડ્યું છે અને મોડી રાતે વિભવ કુમાર સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે, વિભવ કુમારે તેમને માર માર્યો હતો. આ અંગે દિલ્હી પોલીસે વિભવ કુમાર સામે સ્ત્રી મર્યાદાને ઠેસ પહોંચાડવા સહિતની કલમ સાથે FIR નોંધી છે. સ્વાતિ માલીવાલે દિલ્હી એઇમ્સમાં મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું.

નોંધનીય છે કે, આ મુદ્દે ભાજપ સતત સ્વાતિ માલીવાલને સમર્થન કરી રહ્યું છે. માલીવાલ ઉપર કથિત દુર્વ્યવહાર મામલે આપ નેતા અરવિંદ કેજરીવાલના સહયોગી વિભવકુમારને રાષ્ટ્રીય મહિલા આયોગ પણ સમન્સ મળ્યું છે. આ મુદ્દે આજે તેમની પૂછપરછ  પણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *