બચાવકર્તાઓ સ્થળ પર પહોંચવાનો પ્રયાસ કરી છે. પરંતુ ખરાબ હવામાનના કારણે તેઓને અવરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર અચાનક જ એક મોટા અકસ્માતનો શિકાર બની ગયું છે. રિપોર્ટ પ્રમાણે ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ થયું છે. કાફલા વિશે મળતી માહિતી મુજબ તેમાં કુલ ત્રણ હેલિકોપ્ટર હતા. જેમાંથી બે સલામત રીતે પરત ફર્યા હતા.
રિપોર્ટ પ્રમાણે ઈબ્રાહિમ રઈસી ઇરાનના પૂર્વી અઝરબૈજાન પ્રાંતમાં મુસાફરી કરી રહ્યા હતા અને આ અકસ્માત ઇરાનની રાજધાની તેહરાનથી ૬૦૦ કિમી દૂર અઝરબૈજાન સાથેની સરહદ નજીક જોલ્ફા વિસ્તાર નજીક થયો હતો. સરકારી IRNA ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ઈબ્રાહિમ રઈસી સાથે પ્રવાસમાં ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન, ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર અને અન્ય અધિકારીઓ હતા.
રાજ્ય ટીવીએ જણાવ્યું હતું કે બચાવકર્તાઓ સ્થળ પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ખરાબ હવામાનના કારણે તેઓને અવરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પવન સાથે ભારે વરસાદ અને ધુમ્મસનો સામનો કરવો પડી રહ્યો છે.
પીએમ નરેન્દ્ર મોદીએ શું કહ્યું
આ મામલે પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કર્યું છે. સોશિયલ પ્લેટફોર્મ X પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ રઈસીના આજે હેલિકોપ્ટર ઉડાન વિશે આવી રહેલા સમાચારોથી ખૂબ ચિંતા થઇ છે. અમે સંકટના આ સમયમાં ઈરાનના લોકો સાથે એકજુટતા સાથે ઊભા છીએ અને રાષ્ટ્રપતિ અને તેમના દળની ભલાઇની પ્રાર્થના કરીએ છીએ.
ઈરાનના રાષ્ટ્રપતિ ડેમના ઉદ્ઘાટન માટે અઝરબૈજાન ગયા હતા
અહેવાલો અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિ રઈસી રવિવારે વહેલી સવારે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથે ડેમનું ઉદ્ઘાટન કરવા માટે અઝરબૈજાન ગયા હતા. બંને દેશો દ્વારા અરાસ નદી પર બાંધવામાં આવેલો આ ત્રીજો બંધ છે.
જણાવી દઈએ કે ઈરાનના ૬૩ વર્ષીય રાષ્ટ્રપતિને કટ્ટરપંથી નેતા તરીકે ઓળખવામાં આવે છે. તે એક ઇરાની ન્યાયતંત્રના ધારાશાસ્ત્રી છે જેમણે ઇરાનના ન્યાયતંત્રનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. તેમને ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈના શિષ્ય તરીકે જોવામાં આવે છે. જણાવી દઈએ કે ઈરાનના રાષ્ટ્રપતિના કાફલાના હેલિકોપ્ટરને મજબૂરીમાં હાઈ લેન્ડિંગ કરવું પડ્યું હતું.
૨૦૨૧ માં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી
રઈસીએ ૨૦૨૧માં ઈરાનની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. ૧૯૮૮માં લોહિયાળ-ઈરાક યુદ્ધમાં હજારો રાજકીય કેદીઓને સામૂહિક ફાંસીની સજા ફટકારવામાં સંડોવણીને કારણે અમેરિકાએ રઈસી પર પ્રતિબંધ મૂક્યો હતો.