સરકારી અને ખાનગી દવાખાનાઓમાં શ્વાસ લેવામાં તકલીફ થવી, શ્વાસનળીમાં સોજા આવવા અને વાઇરલ ઇન્ફેક્શન પણ વધ્યા છે.
રાજ્યભરમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે. જેના કારણે ગરમીની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. તાપમાનમાં વધઘટ થવાને કારણે ચામડી અને શ્વાસ લેવામાં તકલીફ થવાના કેસ વધ્યા છે તાપમાનનો પારો ૪૫ ડિગ્રી પાર પહોંચી દવાખાનાંમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત
તાપમાન વધઘટ થવાને કારણે નાગરિકોના સ્વાસ્થ્ય પર ખુબ મોટી અસર થઇ રહી છે. ચામડી અને શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડી રહી છે. ફેફસાની બીમારીના લોકોને સીધી અસર આ તાપમાનની થઇ રહી છે. ખાસ ફિલ્ડ વર્ક કરતા લોકોને ડીહાઇડ્રેટ થતા શ્વાસ લેવામાં તકલીફના કેસ વધ્યા છે.