ચા નામ સાંભળતા જ પીવાનું મન થઈ જાય, પરંતુ શું તમને ખબર છ ચા બનાવતા કેવી ભૂલો ન કરવી જોઈએ, ચા બનાવવાની સાચી રીત કઈ છે, અને ચા માં દૂધ ક્યારે ન નાખવું તો જાણીએ બધુ જ…

ચા પીવી કોને ન ગમે? ભારતમાં કેટલાક લોકો એવા છે જેમને ચા વગર સવાર પણ નથી થતી. પરંતુ ચા પીવાના કેટલાક ગેરફાયદા પણ છે. ઉદાહરણ તરીકે, ખોટી રીતે તૈયાર કરેલી ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે. કારણ કે જો એક પણ ફેક્ટર વધે કે ઘટે તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે તમને ગેસ, અપચો અને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
આવી સ્થિતિમાં, તે જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે, ચા કેવી રીતે બનાવવી, તેનો ક્રમ શું છે અને ચા બનાવતી વખતે કઈ ભૂલો ટાળવી જોઈએ. આવો, આ બધી બાબતો વિશે વિગતવાર જાણીએ.
તમને ખાસ જણાવી દઈએ કે, પહેલા ચામાં દૂધ ક્યારેય ના ઉમેરવું જોઈએ. હકીકતમાં, બ્રિટિશ રોયલ ફેમિલી સાથે કરવામાં આવેલા એક રિસર્ચ અનુસાર, ચા બનાવતી વખતે, સૌથી પહેલા મસાલા એટલે કે પાણીમાં આદુ અને ચાના પત્તીને ઉકાળવી જરૂરી છે. ત્રણેય બફાઈ જાય એટલે તેમાં દૂધ અને ખાંડ ઉમેરો. પછી તેને વધુ સમય સુધી પાકવા ન દો અને તેને બહાર કાઢી, ગાળીને સર્વ કરો.
હકિકતમાં, જ્યારે તમે દૂધ ઉમેરીને ચા પકવો છો, ત્યારે ચાની પત્તીની કંસંટ્રેશન વધી જાય છે અને ખાંડ પણ પકવા લાગે છે. જેના કારણે આ રીતે પકવેલી ખાંડ સીધી લોહીમાં ભળી જાય છે અને ચા થી ગેસની સમસ્યા થવા લાગે છે.
ચા બનાવવાની સાચી રીત કઈ છે?
- સૌથી પહેલા ચા બનાવવા માટે પાણીમાં ચા પત્તી અને આદુ નાખીને પકવો.
- તેમાં લવિંગ અને એલચી મિક્સ કરી શકો છો.
- પછી જ્યારે તે પકવા લાગે ત્યારે તેમાં ખાંડ ઉમેરો.
- ગેસ ધીમો કરો અને દૂધ ઉમેરો.
- માંડ ૪ મિનિટ સુધી પકવો અને પછી પીવો.
ચા બનાવતા કઈ ભૂલો ન કરવી જોઈએ
ચા બનાવતી વખતે સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખો કે, ચાની પત્તી અને ખાંડને ક્યારેય વધારે સમય સુધી ન રાંધો. તે જેટલુ લાંબો સમય સુધી પાકે છે, તેની કંસંટ્રેશનમાં વધારો થશે અને તે લોહીમાં ભળી શકે છે અને તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય તેનાથી પેટનું ફૂલવું અને ગેસની સમસ્યા પણ થઈ શકે છે. ટી બેગનો ઉપયોગ પણ ઓછો કરો. ચામાં વધુ પડતું દૂધ, અને વધારે ખાંડ ઉમેરવાનું પણ ટાળો અને દિવસમાં ૨ કપથી વધુ ચા ન પીવો.