દિલ્હીથી દેહરાદૂન જતી શતાબ્દી ટ્રેનના સી-5 કોચમાં શનિવારે આગ લાગી હતી. દુર્ઘટનાસમયે ટ્રેન દિલ્હીથી નીકળી રાયવાલા જંક્શન આગળ કાસરો રેલવે સ્ટેશન નજીક હતી. કોચના તમામ 35 મુસાફરોને આગ ફેલાઇ તે પહેલાં જ બહાર કાઢી લેવાયા હતા.
ઉતરાખંડ પોલીસ ચીફ અશોક કુમારે કહ્યું : દુર્ઘટના માં કોઈ ને જાનહાની કે ઈજા નથ થયેલ !
દિલ્હીથી રેલ્વે અધિકારી એ કહ્યું : શોર્ટ સર્કિટના કારણે દુર્ઘટના થઈ હતી . તમામ ૩૫ મુસાફરોને ઘટના સમયે હાજર કર્મચારીની સુજબુજ સાથે દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે બીજા કોચ માં ખસેડી લેવામાં આવ્યા હતા .