શ્રેયસ ઐયર (અણનમ ૫૮) અને વેંકટેશ ઐયરની (અણનમ ૫૧)અડધી સદી, કોલકાતાનો ૮ વિકેટે વિજય.
આઈપીએલ-૨૦૨૪ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. તો બીજી તરફ હૈદરાબાદને (૨૪ મે)એ બીજી ક્વોલિફાયર મેચમાં રમવાની તક મળી . આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમ માં રમાયેલી મેચમાં હૈદરાબાદની ટીમ ૧૯.૩ ઓવરમાં ૧૫૯ રને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં કોલકાતાની ટીમે માત્ર બે વિકેટ ગુમાવી ૧૩.૪ ઓવરમાં ૧૬૪ રન ફટકારી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. કેકેઆર તરફથી વેંકટેશ ઐય્યર અને શ્રેયસ ઐય્યરે ફિફ્ટી ફટકારી છે, જ્યારે મિશેલ સ્ટાર્કે દમદાર બોલિંગ કરી હૈદરાબાદને મોટો સ્કોર કરતા અટકાવવામાં મળત્વની સફળતા મેળવી છે.
કોલકાતા તરફથી ઓપનિંગમાં આવેલા રહમાનુલ્લાહ ગુરબાજે ૧૪ બોલમાં બે ફોર અને બે સિક્સ ફટકારી ૨૩ રન ફટકાર્યા હતા, જ્યારે સુનિલ નારાયણે ૧૬ બોલમાં ચાર પોર ફટકારી ૨૧ રન નોંધાવ્યા હતા. ત્યારબાદ વેંકટેશ ઐય્યરે અને શ્રેયસ ઐય્યરે મેદાનમાં આવતાની સાથે જ ચોગ્ગા-છગ્ગા ફટકારી ચાહકોને ખુશ કરી દીધા હતા. વેંકટેશ ઐય્યરે ૨૮ બોલમાં ચાર સિક્સ અને પાંચ ફોર ફટકારી અણનમ ૫૧ રન, જ્યારે શ્રેયસે ૨૪ બોલમાં ચાર સિક્સ અને પાંચ ફોર સાથે અણનમ ૫૮ રન નોંધાવ્યા હતા.
કોલકાતાના તમામ બોલરોની ધારદાર બોલિંગ સામે હૈદરાબાદની ટીમ લાચાર બની હતી. એસઆરએચ તરફથી સૌથી વધુ મિશેલ સ્ટાર્કે ત્રણ વિકેટ ઝડપી છે, તો હૈદરાબાદ તરફથી રાહુલ ત્રિપાઠીએ ફિફ્ટી ફટકારી ટીમને શરમજનક સ્થિતિમાંથી ઉગાર્યું છે. આ પહેલા હૈદરાબાદના સુકાની પેટ કમિન્સે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. જે ટીમ આજની મેચ જીતશે તે સીધી ફાઈનલમાં પહોંચશે, જ્યારે હારનારી ટીમને એક તક મળશે અને ક્વોલિફાયર-૨ રમવાની રહેશે.
હૈદરાબાદની ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો. જોકે રાહુલ ત્રિપાઠી સિવાય કોઈપણ બેટર કે બેટ્સમેન મહત્વનું યોગદાન આપી શક્યો ન હતો. ટીમ તરફથી એક માત્ર રાહુલે ૩૫ બોલમાં ૫૫ રન નોંધાવ્યા હતા. જ્યારે પેટ કમિન્સે ૩૦ રન, હેનરીક કાલસેને ૩૨ અને અબ્દુલ સામેદે ૧૬ રન નોંધાવ્યા હતા. બાકીના તમામ બેટરો ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. તો બીજીતરફ કોલકાતાના બેટરોએ હૈદરાબાદના બોલરોની ચારેકોર ધોલાઈ કરી હતી. ટીમ તરફથી માત્ર પેટ કમિન્સ અને ટી-નટરાજને એક-એક વિકેટ ખેરવી હતી.
કોલકાતાની ટીમે પ્રથમ બોલિંગ કરતાની સાથે જ હૈદરાબાદના ખેલાડીઓ પર હાવી બની ગયા હતા. મિશેલ સ્ટાર્કની બોલિંગ સામે હૈદરાબાદના તમામ બેટરો લાચાર જોવા મળ્યા હતા. આજની મેચમાં સ્ટાર્કે ચાર ઓવરમાં ૩૪ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે વરુણ ચક્રવર્તીએ બે, વૈભવ અરોરા, હર્ષિત રાણા, સુનિલ નારાયણ અને આંદ્રે રસેલે ૧-૧ વિકેટ ઝડપી હતી.