બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે બપોરે વ્હીલ ચેર પર લગભગ 5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો. પાર્ટીના સીનિયર નેતાઓ અને સમર્થકોની ભીડની સાથે તેઓએ દક્ષિમ કોલકાતાના મેયો રોડ પર ગાંધી મૂર્તિથી માર્ચનો પ્રારંભ કર્યો. કલાક સુધી ચાલેલા રોડ શો પછી મમતાએ હઝરામાં રેલી કરી.
તેઓએ કહ્યું કે તેઓને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. તેઓ “TMC” માટે વ્હીલ ચેર પર જ પૂરાં પ્રદેશમાં પ્રચાર કરશે. મેં મારા જીવનમાં અનેક હુમલાઓના સામના કર્યા છે, પરંતુ ક્યારે કોઈની સામે આત્મસમર્પણ નથી કર્યું. હું ક્યારેય મારું માથું નહીં ઝુકાવું : કહ્યું કે ઘાયલ સિંહ વધારે ખતરનાક હોય છે.
તેઓ 15 માર્ચના રોજ પુરુલિયા, 16 માર્ચના રોજ બાંકુરા અને 17 માર્ચના રોજ ઝારગ્રામમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.
બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી જંગનું એલાન
પશ્ચિમ બંગાળની કુલ 294 વિધાનસભા બેઠક માટે 8 તબક્કામાં મતદાન યોજાવાનું છે.294 બેઠકવાળી વિધાનસભા માટે મતદાન
27 માર્ચ (30 બેઠક),1 એપ્રિલ (30 બેઠક), 6 એપ્રિલ (31 બેઠક), 10 એપ્રિલ (44 બેઠક), 17 એપ્રિલ (45 બેઠક), 22 એપ્રિલ (43 બેઠક), 26 એપ્રિલ (36 બેઠક),29 એપ્રિલ (35 બેઠક) માટે યોજાશે. મતગણતરી 2 મેના રોજ થશે.
રોડ શો પહેલાં મમતાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે અમે અમારી લડાઈ યથાવત રાખીશું, અમે નિડર થઈને લડીશું. હજુ પણ મને ઘણું જ દર્દ થઈ રહ્યું છે, પરંતુ હું લોકોના દર્દનો વધુ અનુભવ કરું છું. અમે અમારી જમીનની આ લડાઈમાં ઘણું જ નુકસાન ઉઠાવ્યું છે. આપણે હજુ વધુ તકલીફોનો સામનો કરવો પડશે, પરંતુ અમે તેમ છતાં લડીશું. અમે ડરપોક લોકોની સામે ક્યારેય નહીં ઝુકીએ.