ડોંબિવલીમાં બોઈલર બ્લાસ્ટમાં ચારનાં મોતઃ ફડણવીસે આપ્યું નિવેદન

મહારાષ્ટ્રમાં વધતી ગરમીની સાથે આગ લાગવાના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં આજે ડોંબિવલીમાં બોઈલર બ્લાસ્ટ થયો હતો. બોઈલર બ્લાસ્ટ પછી એક પછી એક ધમાકા થયા હતા, જ્યારે તેનો અવાજ બે કિલોમીટર સુધી લોકોને સંભાળ્યો હતો, જ્યારે આ મુદ્દે રાજકીય નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી હતી.

આગ લાગ્યા પછી વિસ્ફોટો થયા હતા, ત્યારબાદ આગને નિયંત્રણ લેવા માટે ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બોઈલરના વિસ્ફોટને આસપાસના રહેવાસી વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બ્લાસ્ટમાં ચાર લોકોનાં મોત થયા છે, જેમાં બે મહિલાનો સમાવેશ થાય છે. આ વિસ્ફોટમાં ૪૦થી વધુ લોકોને ઈજા પહોંચી છે, એમ અધિકારીએ જણાવ્યું છે.

આ વિસ્ફોટોને કારણે અમુક કાર-બાઈકને નુકસાન થયું છે. આગ પર નિયંત્રણ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જોકે, વિસ્ફોટ એટલા વિકરાળ હતા કે બેથી ત્રણ કિલોમીટર સુધી લોકોને સંભળાયા હતા, જ્યારે લોકોને આગના ધુમાડા પણ જોવા મળ્યા હતા.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ડોંબિવલીની ઘટના મુદ્દે દુખ વ્યક્ત કર્યું હતું. ઈજાગ્રસ્ત લોકોને સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મુદ્દે કલેક્ટર સાથે ચર્ચા કરવામાં આવી છે. ઘટનાસ્થળે જરુરી મદદ પૂરી પાડવા માટે એનડીઆરએફ, ટીડીઆરએફ, ફાયર બ્રિગેડની ટીમને રવાના કરવામાં આવી છે.

શરદ પવાર જૂથના નેતા રોહિત પવારે ડોંબિવલીમાં સર્જાયેલી દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે ઘાયલ લોકો ઝડપથી સાજા થાય એના માટે ભગવાનને પ્રાર્થના તેમ જ આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થાય નહીં એના માટે પ્રશાસન દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *