રાજસ્થાનના સીકરના રહેવાસી સેનાનો એક જવાન આર્મીની ગુપ્ત માહિતી પાકિસ્તાની મહિલા એજન્ટને આપવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. મહિલા એજન્ટે તેને હનીટ્રેપમાં ફસાવ્યો હતો.
તે વીડિયો કોલ કરી કપડા ઉતારીને અશ્લીલ વાતો કરતી હતી. રજાઓમાં જ્યારે જવાન ગામડે આવ્યો ત્યારે આ જવાન પાકિસ્તાની એજન્ટ્સ સાથે વાત કરી તો તે ઈન્ટેલિજન્સની રડાર પર આવી ગયો હતો. તેની ઉપર નજર રાખવામાં આવતી હતી. છેવટે ઈન્ટેલિજન્સે તેની ધરપકડ કરી હતી.
સીકરના એસપી શાંતનું સિંહે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલો જવાન લક્ષ્મણગઢ સ્થિત યાલસર ગામનો રહેવાસી છે. તેનું નામ આકાશ મહરિયા (22) છે. ઈન્ટેલિજન્સે તેની ફતેહપુરથી ધરપકડ કરી છે. તે 17 ફેબ્રુઆરીના રોજ એક મહિનાની રજા લઈ ગામડે આવ્યો હતો. તે ખોટા નામથી બનેલા એક ફેસબુક આઈડીથી જોડાયેલો હતો, જે હકીકતમાં પાકિસ્તાની મહિલા જાસુસ હતી.
૧. ફેસબુક પર મિત્ર બન્યો, બાદમાં વ્હોટ્સએપ પર વાતચીત થતી હતી
આકાશની પાકિસ્તાની એજન્ટ સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. ત્યારબાદ મહિલા એજન્ટ સાથે વ્હોટ્સએપ પર ચેટિંગ કરવા લાગી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહિલાએ જવાનને મુલાકાત કરવાનું પ્રલોભન આપ્યું હતું. તે તેની બટાલીયન તથા આર્મીની જાણકારી મેળવી રહી હતી. ઈન્ટેલિજન્સ અગાઉથી જ આ પ્રકારના લોકો પર નજર રાખી રહી હતી. જ્યારે સીકર જિલ્લામાં કોઈ નંબર પરથી પાકિસ્તાનથી કોલ આવ્યો ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો.
૨. જવાન સિપ્ટેમ્બર,2018માં સેનામાં ભરતી થયો હતો
SPએ જણાવ્યું હતું કે ફતેહપુરમાં આકાશ મહરિયા શિવરાત્રી મેળામાં ગયો હતો. ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. મોબાઈલની તપાસ કરતાં પાકિસ્તાની એજન્ટસ સાથે ચેટિંગ જોઈ ગુપ્તચર સંસ્થાને ભારે આશ્ચર્ય થયું હતું. આકાશ સપ્ટેમ્બર,2018માં સેનામાં ભરતી થયો હતો. તેણે જાન્યુઆરી,2019માં પોતાની તાલીમ પૂરી કરી હતી. જુલાઈમાં પાકિસ્તાની મહિલા એજન્ટ્સની રિક્વેસ્ટ આવી તો ફેસબુક આઈડી પર જોડાઈ ગયો હતો.
૩. કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા
પૂછપરછમાં આકાશે જણાવ્યું કે તે સોશિયલ મીડિયા મારફતે કેટલીક મહિલાઓ સાથે જોડાયો છે, પણ તેને એ વાતની જાણ ન હતી કે તે પાકિસ્તાની એજન્ટ્સ છે.તેણે એ ભૂલનો સ્વીકાર કર્યો કે સેનાને લગતી કેટલીક માહિતી તેણે આપી હતી. ઈન્ટેલિજન્સે તેનો મોબાઈલ ફોન કબ્જે કર્યો છે. આ ઉપરાંત તેને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાંડ માંગવામાં આવ્યા છે.
૪. બેંક એકાઉન્ટની જાણકારી મેળવવામાં આવી રહી છે
આકાશના બેંક એકાઉન્ટની પણ જાણકારી મેળવવામાં આવી રહી છે. આ સાથે એવું માનવામાં આવે છે કે સેનાની માહિતી આપવાના બદલામાં તેને કેટલાક નાણાં પણ મળ્યા હતા. અત્યારે પોલીસે જણાવ્યું નથી કે આકાશની ડ્યુટી ક્યાં હતી.