ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ 5 T20 મેચની શ્રેણી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ રહી છે. આ તમામ મેચને લઈને બંને ટીમો લગભગ 1 મહિના સુધી અમદાવાદની હોટલ હયાત રેજન્સીમાં રોકવાની છે. ત્યારે કોરોના મહામારીના પગલે હોટલ હયાત રેજન્સીમાં દરેક ક્રિકેટરો માટે તમામ રૂમો રાખવામાં આવ્યા છે. આ તમામ ખેલાડીઓ હોટલમાં બાયોબબલમાં રહે છે, તેમને બહારના કોઈપણ વ્યક્તિને મળવાની પરવાનગી અપાઈ નથી. તેટલું જ નહીં પરંતું હોટલમાં કાર્ય કરતા કર્મચારીઓને પણ 30 દીવસ સુધી હોટલની બહાર જવાની પરવાનગી આપવામાં આવી નથી.
ક્રિકેટરો પરીવાર સાથે મસ્તીના મૂડમાં
ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ પોતાના પરીવાર સાથે અમદાવાદની હોટલ હયાતમાં રોકાયેલા છે. જેમાં મેચની શરૂઆતથી જ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, ઇશાંત શર્મા, ચેતેશ્વર પુજારા, સૂર્યકુમાર યાદવ અને અજિંક્ય રહાણે પોતાના પરીવાર સાથે હયાતમાં આવી પહોંચ્યા હતા. આ તમામ ખેલાડીઓને જ્યારે પણ નવરાશની પળ મળે ત્યારે તેમના પરીવાર અને બાળકો સાથે હોટલમાં મજાક-મસ્તી કરવાનું શરૂ કરી દેતા હોય છે.
અનુષ્કા શર્મા તેની પુત્રી સાથે અમદાવાદ પહોંચી
અનુષ્કા શર્માએ હોટલ હયાત રેજન્સીના લાઉન્જમાંથી તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તે લાઉન્જ એરીયામાં એક મોટી વિન્ડો નજીક બ્લુ ડેનિમ જીન્સ અને જેકેટમાં સોફા પર બેસેલી નજરે પડી રહી છે. આ સાથે તેના ચહેરા પર સનલાઈટ હોવાથી તેને આ તસવીર શેર કરતા હિન્દી ભાષામાં લાઈટ કેચર..પણ લખ્યું હતું. જોકે આ ફોટોમાં તેમની પુત્રી વામિકા જોવા મળી નહોતી. પરંતુ તે પણ અનુષ્કા શર્મા સાથે અમદાવાદ આવી છે. મહત્વનું છે કે, આગામી ભારત-ઇંગ્લેન્ડની 3 T20 મેચમાં અનુષ્કા શર્મા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે હાજરી આપી શકે છે.
૧. નવરાશની પળોમાં ક્રિકેટરોએ પરીવારજનો સાથે સમય વિતાવ્યો હતો
૨. ટેસ્ટમેચ ખતમ થતા ઘણાબધા ક્રિકેટરોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું
૩. અનુષ્કા શર્મા અમદાવાદ ખાતે હોટલ હયાતમાં રોકાશે, પુત્રી વામિકા અને વિરાટ સાથે સમય વિતાવશે
૪. આગામી T20 મેચમાં અનુષ્કા શર્મા પણ મેચ જોવા માટે સ્ટેડિયમે હાજર રહે તેવી સંભાવનાઓ