સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારના વાતાવરણમાં આવ્યો પલટો.
સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સખત ગરમી પડી રહી છે, ત્યારે આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર કચ્છના દરિયામાં કરન્ટ જોવા મળતા દરિયાઈ પટ્ટી વિસ્તારના વાતાવરણમાં પલટા વચ્ચે શીતળ પવન જોવા ફુકાતા લોકોએ રાહત અનુભવી છે. નવલખી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છનાં દરિયામાં કરન્ટને કારણે મોજા ઉછળતા વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે.