રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ૨૭ લોકોના મોત

રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગવાથી ૨૭ લોકોના મોત થયા છે. ગેમ ઝોન એનઓસી વગર ૩ વર્ષથી ચાલી રહી રહ્યું છે. સમગ્ર અગ્નિકાંડની તપાસ માટે સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી છે. 

Rajkot Fire Accident Live News: રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત, SIT તપાસ કરશે

રાજકોટ માટે ૨૬ મે, ૨૦૨૪ શનિવારનો દિવસ બહુ જ ગોઝાર રહ્યો છે. રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાથી ૨૭ લોકોના કરુણ મોત થયા છે. માત્ર થોડીક જ સેકન્ડમાં સમગ્ર ગેમ ઝોન બળીને ખાક થઇ ગયુ. ગેમ ઝોનની અંદર રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચવા કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના ગોંડલના યુવક પૃથ્વીરાજસિંહ જાડેજા, જે તેના બે મિત્રો સત્યપાલસિંહ જાડેજા અને શત્રુઘ્નસિંહ ચુડાસમા સાથે TRP ગેમિંગ ઝોનમાં આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે, આગ ગ્રાઉન્ડફ્લોરથી શરૂ થઈ હતી અને થોડી જ વારમાં પહેલા માળ સુધી ફેલાઈ ગઈ હતી. અમે બોલિંગ કરી રહ્યા હતા જ્યારે સ્ટાફના બે સભ્યો દોડી આવ્યા અને અમને કહ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી છે અને અમારે સુરક્ષિત રીતે જીવ બચાવવો જોઈએ. થોડી જ વારમાં ગેમ ઝોનના સમગ્ર પરિસર ધુમાડાથી ભરાઈ ગયું. ત્યારબાદ સ્ટાફના માણસો ભાગી ગયા હતા. પાછલા બારણેથી ભાગવાનો પ્રયત્ન કર્યો પણ ના શક્યો. મેં બહારથી પ્રકાશનો કિરણ આવતો જોયો. તેથી, મેં ટીન શીટ ખોલી અને અમે પાંચ જણ બહાર નીકળી ગયા અને પહેલા માળેથી કૂદી પડ્યા. પૃથ્વીરાજસિંહે ઉમેર્યું કે મારા બે મિત્રો વિશે કોઇ ખબર નથી.

પૃથ્વીરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે આગ લાગી ત્યારે સ્ટ્રક્ચરના પહેલા માળે બાળકો સહિત ઓછામાં ઓછા ૭૦ થી ૮૦ લોકો હતા. ભોંયતળિયે કોઇ કામગીરી ચાલી રહી હતી અને ત્યાંથી આગ શરૂ થઈ.

TRP ગેમિંગ ઝોનના સ્ટાફ મેમ્બર સંતોષે જણાવ્યું હતું કે આગ શરૂ થયા પછી, તે તેની પત્ની અને તેમનો નાનો પુત્ર સુરક્ષિત છે કે કેમ તે તપાસવા માટે તેના ક્વાર્ટરમાં દોડી ગયો હતો. જ્યારે હું મારા રૂમમાં પહોંચ્યો ત્યારે મેં જોયું કે તેનો દરવાજો તૂટેલો છે, હું મારી પત્ની અને પુત્રને ભીડમાં દોઢ કલાક પછી શોધી શક્યો સંતોષે ઉમેર્યું કે, તે TRP ગેમિંગમાં છેલ્લા 3 વર્ષથી કામ કરે છે. જ્યારે આગ ફાટી નીકળી ત્યારે પેઇન્ટ બોલ ગેમિંગ વિભાગમાં હતો.

ગેમિંગ ઝોન NOC વગર કામ કરતું હતું: રાજકોટના મેયર નયના પેઢાડિયા

રાજકોટના મેયર નયના પેઢાડિયાએ જણાવ્યું હતું કે ગેમિંગ ઝોન કે જે બે માળનો ટીન શેડ હતો તેની પાસે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) નહોતું.

“અમે તપાસ કરીશું કે આટલો મોટો ગેમ ઝોન ફાયર એનઓસી વિના કેવી રીતે કાર્યરત હતો અને અમે તેના પરિણામોના સાક્ષી છીએ. આ મુદ્દે કોઈ રાજનીતિ થવા દેવામાં આવશે નહીં. આ કોઈ નાની ઘટના નથી,” પેઢાડિયાએ શોધ અને બચાવ કામગીરીની દેખરેખ રાખવા માટે અકસ્માતના સ્થળે પહોંચ્યા પછી મીડિયાને જણાવ્યું હતું.

રાજકોટ TRP ગેમ ઝોનનો માલિક કોણ, કોની કોની અટકાયત થઈ

રાજકોટ પોલીસ કમિશ્નરના જણાવ્યા અનુસાર, જગ્યાનો માલિકનું નામ યુવરાજસિંહ છે, જેણે જગ્યા ભાડે આપી હતી. હાલમાં પોલીસે યુવરાજસિંહ સોલંકી, ગેમ ઝોન ચલાવનાર પ્રકાશ જૈન, મેનેજર નિતીન જૈન, રાહુલ રાઠોડની અટકાયત કરી. અપડેટ માહિતી અનુસાર, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ૧૦ લોકોની અટકાયત કરી છે. જાણવા મળ્યું છે કે, ૩૦-૩૫ લોકોનો સ્ટાફ હતો, તેમની યાદી બનાવી તમામની અટકાયત કરી પુછપરછ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *