હેલ્થ એક્સપર્ટએ જણાવ્યું કે પુરુષોમાં સોયાના સેવન અને ટેસ્ટોસ્ટેરોનના સ્તર વચ્ચેનો સંબંધ સંશોધકોમાં ચર્ચાનો વિષય છે. સોયામાં ફાયટોસ્ટ્રોજેન્સ નામના સંયોજનો હોય છે.

ફૂડ અને તેમાંથી મળતા પોષણને સોશિયલ મીડિયામાં જમાનામાં ઘણી માન્યતા જોવા મળે છે, જેથી આપણને પ્રશ્ન થાય સાચું શું છે, તાજતેરમાં ઇન્સ્ટાગ્રામ પર સોયા સંબંધિત માન્યતાના ફેક્ટ ચેક વિશે એક રીલમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોયાનું સેવન ટેસ્ટોસ્ટેરોન ઘટાડે છે તે હકીકત છે.
હેલ્થ એક્સપર્ટ શિવાની બાજવાએ જણાવ્યું હતું કે પુરુષોમાં સોયાના સેવન અને ટેસ્ટોસ્ટેરોનના સ્તર વચ્ચેનો સંબંધ સંશોધકોમાં ચર્ચાનો વિષય છે. સોયામાં ફાયટોસ્ટ્રોજેન્સ નામના સંયોજનો હોય છે, જે છોડમાંથી મેળવેલા પદાર્થો છે જે શરીરમાં હોર્મોન એસ્ટ્રોજનની નકલ કરે છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે ફાયટોસ્ટ્રોજેન્સ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન સહિત હોર્મોન લેવલને પ્રભાવિત કરી શકે છે.

વૈજ્ઞાનિક પુરાવા
એક્સપર્ટે જણાવ્યું હતું કે વર્તમાન વૈજ્ઞાનિક પુરાવા એ વિચારને સમર્થન આપતા નથી કે સોયાનું સેવન કરવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં ઘટાડો થાય છે. કેટલાક અભ્યાસોએ સોયાના સેવનથી પુરુષોમાં હોર્મોન પરની અસરોની તપાસ કરી છે, જેમાં તરુણ પણ સામેલ છે અને મિશ્ર પરિણામો મળ્યા છે. જ્યારે કેટલાક અભ્યાસો ઉચ્ચ સોયાના સેવનથી ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં થોડો ઘટાડો જોવા મળે છે, અન્યમાં કોઈ નોંધપાત્ર અસર જોવા મળી નથી.
આ ઉપરાંત, સોયાના સેવનની માત્રા, વ્યક્તિગત પાચન અને એકંદર ડાયટ અને લાઇફસ્ટાઇલ જેવા પરિબળોને આધારે હોર્મોન લેવલ પર સોયાના સેવનની અસરો બદલાઈ શકે છે. સંતુલિત આહારના ભાગ રૂપે આખા સોયાનું સેવન પુરુષો માટે સલામત માનવામાં આવે છે અને ટેસ્ટોસ્ટેરોનના સ્તર પર નોંધપાત્ર નકારાત્મક અસર થતી નથી.
સોયા જેમ કે ટોફુ,સોયા મિલ્ક પ્રોટીન અને વિટામિન્સ અને ખનિજોના પોષક સ્ત્રોત હોઈ શકે છે. જો કે, તે વ્યક્તિગત પ્રતિભાવોને ધ્યાનમાં રાખી મધ્યસ્થતામાં સોયાનું સેવન કરવું આવશ્યક છે. એક્સપર્ટે ભલામણ કરી કે જો સોયાનું સેવન અને ટેસ્ટોસ્ટેરોનના સ્તર અંગે ચિંતા હોય તો, વ્યક્તિગત માર્ગદર્શન માટે હેલ્થકેર પ્રોવાઈડર અથવા રજિસ્ટર્ડ ડાયેટિશિયનની સલાહ લેવાની ભલામણ કરવામાં આવે છે.