કેજરીવાલ સહિત બધા લોકોના કોલ રેકોર્ડ કાઢવામાં આવશે.

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ)એ સોમવારે દિલ્હી પોલીસને તેમના પર થયેલા હુમલા સાથે જોડાયેલા તમામ લોકોના કોલ રેકોર્ડ કાઢવાનો નિર્દેશ આપ્યો છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ છે.
એનસીડબ્લ્યુએ એક ટ્વિટ કરીને માહિતી આપી કે અમને જાણ થઈ છે કે સ્વાતિ માલીવાલ દિલ્હીના મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા બાદ બિભવ કુમારને કથિત રીતે ત્યાં બોલાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સહિત સંબંધિત વ્યક્તિઓના સીડીઆર એકત્રિત કરવા માટે માનનીય અધ્યક્ષ રેખા શર્મા તરફથી દિલ્હીના પોલીસ કમિશનરને પત્ર મોકલવામાં આવ્યો છે. જેથી એ જાણી શકાય કે બિભવ કુમારને કોની સૂચનાથી બોલાવવામાં આવ્યા હતા.