કરોડો રૂપિયાનું કૌભાંડમાં બેની ધરપકડ કરાઇ.
વિવિધ રાજકીય પાર્ટીઓના નામે દાન ઉઘરાવ્યાં બાદ આવકવેરામાં કપાતનો લાભ લેતાં ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચરાયાની વિગતો સામે આવી છે. આ મામલે સીઆઈડી ક્રાઈમે અમદાવાદના બે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.એન.વોરાએ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. નોંધનીય છે કે, સીઆઈડી ક્રાઈમે પાંચ રાજકીય પાર્ટીના અધ્યક્ષ સહિતના હોદ્દેદારને પણ આરોપી બનાવ્યા છે.
આરોપીઓએ ૧૦૦૦ કરોડ રાજ્કીય વિવિધ પાર્ટીઓના નામે દાનમાં મેળવ્યા હતા. ત્યારબાદ દાનમાં મળેલ હોવાથી ઈન્કમટેક્ષની વિવિધ કલમ હેઠળ ખપત મેળવ્યા બાદ જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરી કૌભાંડ આચર્યું હતું. આ મામેલ સીઆઈડી ક્રાઈમને જાણ થતા રેડ કરી મુખ્ય આરોપી ઉમંગ વિનોદભાઈ દરજી (રહે.રાણીપ) અને રવિપ્રકાશભાઈ સોની (રહે.સીજી રોડ)ની ધરપકડ કરી હતી.
કોને કઈ રાજકીય પાર્ટીના નામે પૈસા ઉઘરાવ્યા
૧. રવિ પ્રકાશભાઈ સોની ભારતીય કિસાન પરિવર્તન પાર્ટી ગુજરાત અધ્યક્ષ
૨ .પ્રદ્યુમનસિંહ ગોહિલ રાષ્ટ્રીય સમતા પાર્ટી સેક્યુલર
૩ .મહિવીરસિંહ પરમાર રાષ્ટ્રીય સમતા પાર્ટી સેક્યુલર અધ્યક્ષ
૪ .વિજય ચૌહાણ ટ્રેજરર રાષ્ટ્રીય ક્ષમતા પાર્ટી સેક્યુલર
૫ .રાષ્ટ્રીય સમતાપાર્ટીના અધ્યક્ષ બિહાર
૬ .કુણાલ પીઠડીયા રાષ્ટ્રીય જનતા રાજ પાર્ટી અધ્યક્ષ
૭ .રોનકસિંહ ગોહિલ યુવા જન જાગૃતિ પાર્ટી અધ્યક્ષ
૮ .ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટીના અધ્યક્ષ
૯ .જીગરભાઈ કોઠીયા જનતા કોંગ્રેસ પાર્ટી મુંબઈ અધ્યક્ષ
૧૦. કેતન પારેખ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી અધ્યક્ષ
૧૧ .રાષ્ટ્રીય નાગરિક હક્ક પાર્ટી અધ્યક્ષ
૧૨ .એક જુટ અધિકાર પાર્ટી અધ્યક્ષ
૧૩ .આદર્શવાદી પાર્ટી લોક તાંત્રિક અધ્યક્ષ
૧૪ .ભારતીય રાષ્ટ્રીતંત્ર પાર્ટી અધ્યક્ષ
૧૫ .ભાવેશ શાહ ગુજરાત નવનિર્માણ સેના અધ્યક્ષ
ત્યારબાદ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં સરકારી વકીલ મનિષા સેન્ડરે એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓએ ૧૦૦૦ કરોડની લેવડદેવડ કરી સરકાર સાથે મોટા પાયે છેતરપિંડી કરે છે. જે ટેક્સ ચોરી કરી છે તે નાણા કબજે કરવાના છે, આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી કૌભાંડ આચરતા હતા તે મામલે પુછપરછ કરવાની છે.
બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં સરકારી વકીલ મનિષા સેન્ડરે એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓએ ૧૦૦૦ કરોડની લેવડદેવડ કરી સરકાર સાથે મોટા પાયે છેતરપિંડી કરે છે. જે ટેક્સ ચોરી કરી છે તે નાણા કબજે કરવાના છે, આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી કૌભાંડ આચરતા હતા તે મામલે પુછપરછ કરવાની છે.
આરોપીઓએ અલગ અલગ જીએસટી નંબર મેળવી સમગ્ર પ્રક્રિયા કઈ રીતે કરી હતી?, આરોપીઓએ જીએસટી નંબર મેળવવા કયા કયા દસ્તાવેજ રજૂ કર્યા હતા?, આરોપીઓએ પોલીટીકલ પાર્ટી કમિશનથી ખરીદવા માટે કોણે કોણે ભલામણ કરી હતી?, આરોપીઓ ટેક્ષ બચાવવા બનાવટી બીલ, જીએસટી તથા ઈન્કમટેક્ષ ઓફિસમાં રજૂ કરેલા તે પેઢીઓના રજીસ્ટ્રેશન નંબર અને એડ્રેસની તપાસ કરવાની છે, પોલીસે રેડ કરી તે સિવાય કઈ જગ્યાએ કૌભાંડ ચાલતું હતું?
રેડ સમયે કોરા કાગળ, કોમ્પ્યુટર, પ્રિન્ટર ,પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, નકલી સ્ટેમ્પ સહિતના દસ્તાવેજ મળ્યા છે તે ક્યાં બનાવ્યા અને શું ઉપયોગ કર્યો, આરોપીઓએ બેંક એકાઉન્ટ સિવાય ક્યા ક્યા એકાઉન્ટનો ઉપયોગ થયો છે?, આરોપીઓએ ગેરકાયદેસર રકમ સંગ્રહ કરવા કઈ કઈ બેંકના લોકરનો ઉપયોગ કર્યો? આરોપી ઉંગમ પાસેથી પાસબુક, ચેકબુક, પાનકાર્ડ, ૮ કરોડના ચેક મળ્યા છે તેની તપાસ કરવાની છે સહિતના મુદ્દે તપાસ કરવા ૧૪ દિવસના રિમાન્ડની જરૂર છે.
આવી રજૂઆત બાદ કોર્ટે ૧૪ દિવસના રિમાન્ડ માનીય રાખ્યા છે.
૧૦૦૦ કરોડના કૌભાંડના મુખ્ય આરોપી કોણ કોણ
૧.ઉમંગ વિનોદભાઈ દરજી
૨.વિપુલ કનુભાઈ શાહ
૩.ઝહીર મીઠાવાલા રાણા
૪.કંદન મુદ્દલઈ
૫.દિપક ઉર્ફે દીપુ ચોકસી
૬.રેનીલ પારેખ
૭.ધુલારામ ઉર્ફે ભુરાભાઈ વેધ
તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે, આરોપીઓએ વિવિધ દાતાઓ પાસેથી પોલીટીકલ પાર્ટીઓના નામે દાનમાં રકમ મેળવી હતી. જે પોલીટીકલ પાર્ટીઓના ખાતામાં જમા થયા બાદ પોતાનું કમિશન લઈ આ રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી હતી અને દાનુ આપનારને રોકડમાં પરત કરી છે તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.