ક્યારે જાહેર થશે એક્ઝિટ પોલ?

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો પહેલા લોકોના મનમાં એક્ઝિટ પોલને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.

EXIT Polls : ક્યારે જાહેર થશે એક્ઝિટ પોલ? આ બેઠકો અને ઉમેદવારો પર સૌની નજર રહેશે

લોકસભા ચૂંટણી ૨૦૨૪ માં સાતમા તબક્કાનું મતદાન બાકી છે. ૧ જૂને સાતમા તબક્કાનું મતદાન થવાનું છે અને આ સાથે જ મતદાનની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી થઈ જશે. પરિણામ ૪ જૂને જાહેર કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં કોની સરકાર બનશે તે વોટિંગના દિવસે સાંજે ચાર વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ જશે. જો મુકાબલા રસપ્રદ હશે તો પાંચમી જૂનની સવાર સુધીમાં તમામ પરિણામો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવશે અને ત્યાર બાદ રાજકીય પક્ષો પોતાના આગળના પત્તા ખોલશે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો પહેલા લોકોના મનમાં એક્ઝિટ પોલને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. આવો તમને આવા જ કેટલાક મહત્વના સવાલો અને તેના જવાબો વિશે જણાવીએ.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ સાથે જોડાયેલા એક્ઝિટ પોલની જાહેરાત ક્યારે થશે?

૧ જૂને છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ વિવિધ ન્યૂઝ ચેનલો અને રિસર્ચ એજન્સીઓ દ્વારા ટૂંક જ સમયમાં એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે. એક્ઝિટ પોલ એ ચૂંટણીના પરિણામ વિશેનો અંદાજ છે. તે ઘણી વખત સાચા પડ્યા છે અને ઘણી વખત સંપૂર્ણપણે ખોટા સાબિત થયા છે.

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા કયા રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે?

છેલ્લા તબક્કાના મતદાનના એક દિવસ બાદ 2 જૂને ચૂંટણી પંચ દ્વારા સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો ૪ જૂને લોકસભાના પરિણામોની સાથે જાહેર કરવામાં આવશે.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના પરિણામો કેવી રીતે ચેક કરશો?

વિવિધ ન્યૂઝ ચેનલો ૨ જૂને સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી અંગે અપડેટ કરતી રહેશે. એ જ રીતે ૪ જૂને ઓડિશા અને આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો અને લોકસભા ચૂંટણીના પરિણામો ન્યૂઝ ચેનલો પર આપવામાં આવશે. પરંતુ તમે સૌથી સચોટ ચૂંટણી પરિણામો ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ – www.eci.gov.in અને વિશ્વ સમાચાર મેળવી શકશો.

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં આ ઉમેદવારો પર રહેશે નજર

ઉમેદવારનું નામ પક્ષ મતવિસ્તાર વિરુદ્ધ પક્ષ
નરેન્દ્ર મોદી ભાજપ વારાણસી અજય રાય કોંગ્રેસ
અમિત શાહ ભાજપ ગાંધીનગર સોનલ પટેલ કોંગ્રેસ
રાજનાથ સિંહ ભાજપ લખનૌ રવિદાસ મેહરોત્રા SP
સ્મૃતિ ઈરાની ભાજપ અમેઠી કે.એલ.શર્મા કોંગ્રેસ
રાહુલ ગાંધી કોંગ્રેસ રાયબરેલી દિનેશ પ્રતાપ સિંહ ભાજપ
પીયુષ ગોયલ ભાજપ મુંબઈ ઉત્તર અમોલ કિર્તીકર શિવસેના (ઉદ્ધવ)
હેમા માલિની ભાજપ મથુરા મુકેશ ધનગર કોંગ્રેસ
અરુણ ગોવિલ ભાજપ મેરઠ સુનિતા વર્મા SP
અખિલેશ યાદવ SP કન્નૌજ સુબ્રત યાદવ ભાજપ
ડિમ્પલ યાદવ SP મૈનપુરી જયવીર સિંહ ભાજપ
કરણ ભૂષણ સિંહ ભાજપ કૈસરગંજ ભગત રામ SP
નવીન જિંદાલ ભાજપ કુરુક્ષેત્ર સુશીલ ગુપ્તા આપ
દીપેન્દ્ર હુડા કોંગ્રેસ રોહતક અરવિંદ શર્મા ભાજપ
રાવ ઇન્દ્રજિત સિંઘ ભાજપ ગુડગાંવ રાજ બબ્બર કોંગ્રેસ
મનોહર લાલ ખટ્ટર ભાજપ કરનાલ દિવ્યાંશુ બુધિરાજા કોંગ્રેસ
કંગના રનૌટ ભાજપ મંડી વિક્રમાદિત્ય સિંહ કોંગ્રેસ
આનંદ શર્મા કોંગ્રેસ કાંગરા ડો.રાજીવ ભારદ્વાજ ભાજપ
હરસિમરત કૌર બાદલ SAD બાથિંડા ગુરમીત સિંહ ખુદ્ડિયન આપ
મનીષ તિવારી કોંગ્રેસ ચંદીગઢ સંજય ટોન્ડન ભાજપ
પ્રનીત કૌર ભાજપ પટિયાલા ડો.ધર્મવીર ગાંધી કોંગ્રેસ
મહેબુબા મુફ્તી PDP અનંતનાગ-રાજૌરી મિયાં અલ્તાફ અહમદ NC
ડો.જિતેન્દ્ર સિંહ ભાજપ ઉધમપુર સીએચ લાલ સિંહ કોંગ્રેસ
મનોજ તિવારી ભાજપ ઉત્તર પૂર્વ દિલ્હી કન્હૈયા કુમાર કોંગ્રેસ
બાંસુરી સ્વરાજ ભાજપ નવી દિલ્હી સોમનાથ ભારતી આપ
યુસુફ પઠાણ ટીએમસી બેરહામપોર અધીરરંજન ચૌધરી કોંગ્રેસ
કિરેન રિજિજુ ભાજપ અરુણાચલ પશ્ચિમ નબામ તુકી કોંગ્રેસ
ગૌરવ ગાગોઈ કોંગ્રેસ જોરહાટ તોપોન કુમાર ગોગોઈ ભાજપ
રવિશંકર પ્રસાદ ભાજપ પટના સાહિબ અંશુલ અવિજિત કોંગ્રેસ
તેજસ્વી સૂર્યા ભાજપ બેંગ્લોર દક્ષિણ સોમ્યા રેડ્ડી કોંગ્રેસ
શશિ થરુર કોંગ્રેસ થિરુવનંતપુરમ રાજીવ ચંદ્રશેખર ભાજપ
દિગ્વિજય સિંહ કોંગ્રેસ રાયગઢ રોડમલ નગર ભાજપ
શિવરાજ સિંહ ચૌહાણ ભાજપ વિદિશા પ્રતાપભાનુ શર્મા કોંગ્રેસ
નીતિન ગડકરી ભાજપ નાગપુર વિકાસ ઠાકરે કોંગ્રેસ
રવિન્દ્ર સિંહ ભાટી સ્વતંત્ર બાડમેર કૈલાશ ચૌધરી ભાજપ
પુરષોત્તમ રૂપાલા ભાજપ રાજકોટ પરેશ ધાનાણી કોંગ્રેસ
ગેનીબેન ઠાકોર કોંગ્રેસ બનાસકાંઠા રેખા ચૌધરી ભાજપ
અસદુદ્દીન ઔવેસી AIMIM હૈદરાબાદ માધવી લતા ભાજપ
ચૈતર વસાવા આપ ભરુચ મનસુખ વસાવા ભાજપ
ચિરાગ પાસવાન LJP હાજીપુર શિવચંદ્ર રામ RJD
ગિરિરાજ સિંહ ભાજપ બેગુસરાય અવદેશ કુમાર રાય CPI
રોહિણી આચાર્ય RJD સારન રાજીવ પ્રતાપ રૂડી ભાજપ
અભિષેક બેનર્જી ટીએમસી ડાયમંડ હાર્બર અભિજિત દાસ (બોબી) ભાજપ
સુપ્રિયા સુલે એનસીપી (શરદ) બારામતી સુનેત્રા અજિત પવાર NCP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *