પાર્વતી માતાએ તપ કર્યું તે સ્થાન પર પીએમ મોદી કરશે ધ્યાન

વડા પ્રધાન મોદી કન્યાકુમારીમાં એ જ સ્થળે ધ્યાન કરશે જ્યાં સ્વામી વિવેકાનંદે દેશનો પ્રવાસ કર્યા પછી ત્રણ દિવસ ધ્યાન કર્યું અને વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું. સ્વામી વિવેકાનંદની યાદમાં આ જગ્યાનું નામ વિવેકાનંદ રોક મેમોરિયલ રાખવામાં આવ્યું છે.

PM Narendra Modi Spiritual Retreat; Kanyakumari Rock Memorial | Lok Sabha  Election | मोदी आखिरी फेज की वोटिंग से पहले कन्याकुमारी जाएंगे: विवेकानंद  शिला पर 2 दिन ध्यान लगाएंगे ...

લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના છેલ્લા તબક્કા માટે ૧ જૂને મતદાન થશે, જેના માટે ચૂંટણી પ્રચાર ૩૦  મેની સાંજે સમાપ્ત થશે. આ સમગ્ર ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં એક પછી એક જોરદાર રેલીઓ કરી છે. હવે ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ પીએમ મોદી ૩૦ મેના રોજ તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં પ્રખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલની મુલાકાત લેશે.

વડાપ્રધાન મોદી કન્યાકુમારીમાં એ જ જગ્યાએ ધ્યાન કરશે જ્યાં સ્વામી વિવેકાનંદે દેશનો પ્રવાસ કર્યા બાદ ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું હતું અને વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું. સ્વામી વિવેકાનંદની યાદમાં આ જગ્યાનું નામ વિવેકાનંદ રોક મેમોરિયલ રાખવામાં આવ્યું છે. આ ભારતનો સૌથી દક્ષિણ ભાગ છે, જ્યાં પૂર્વ અને પશ્ચિમ ઘાટ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *