પીએમ મોદી ધ્યાન વિવેકાનંદ રોક મેમોરિયલ : પ્રધાનમંત્રીએ બીચ પર દેવી કન્યાકુમારીને સમર્પિત ૧૦૮ શક્તિપીઠોમાંના એક ઐતિહાસિક શ્રી ભગવતી અમ્માન મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી.
વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આધ્ત્યામિક પ્રવાસ પર છે.
વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આધ્ત્યામિક પ્રવાસ પર છે. જ્યાં તેઓ મૌન રહી વિવેકાનંદ રોક મેમોરીયલ સ્થિત મંડપમમાં ધ્યાન કરી રહ્યા છે. તેઓ આવતીકાલ ૧ જુન સાંજ સુધી ધ્યાનસ્થ રહેશે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી તસ્વીરો સામે આવી હતી. જેમાં તેઓ ઉગતા સૂર્યને અર્ઘ્ય દેતા નજર આવ્યા હતા. સાથે જ તેઓ પરંપરાગત વસ્ત્રોમાં ધ્યાન કરી રહ્યા છે.