મોંઘવારી દર 27 મહિનામાં સૌથી વધુ:ફેબ્રુઆરીમાં ઈન્ફલેશન રેટ 4.17% થયો, જાન્યુઆરીમાં તે 2.03% હતો; ખાવા-પીવાની ચીજો અને ઈંધણના ભાવ વધવાની અસર

ખાવા-પીવાનો સામાન, ઈંધણ અને વીજળીના ભાવમાં વધારો થવાથી જથ્થાબંધ મોંઘવારી ફેબ્રુઆરીમાં સતત બીજા મહિને વધીને છેલ્લા 27 મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. WPI(હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ) ફેબ્રુઆરીમાં 4.17 ટકા રહ્યો, જે આ વર્ષે જાન્યુઆરીમાં 2.03 ટકા અને ગત વર્ષે ફેબ્રુઆરીમાં 2.26 ટકા હતો. ગત સપ્તાહે આવેલા આંકડા મુજબ રિટેલ મોંઘવારી દર ફેબ્રુઆરીમાં 5.03 ટકા રહ્યો હતો.

ખાવા-પીવાનો સામાન ફેબ્રુઆરીમાં ફરી મોંઘો થયો
ખાવા-પીવાનો સામાન ઘણા મહિનાઓ સુધી સસ્તો રહ્યાં પછી ફેબ્રુઆરીમાં તેની કિંમત વધી છે. ફેબ્રુઆરીમાં તેના ભાવમાં વાર્ષિક આધાર પર 1.36 ટકાનો વધારો થયો. વર્ષના પ્રથમ મહિનામાં એટલે કે જાન્યુઆરીમાં ખાવા-પીવાના સામાનના ભાવમાં વાર્ષિક આધારે 2.80 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ખાવા-પીવાના સામાનના જથ્થાબંધ ભાવમાં મોંઘવારી ગત મહિને 3.31 ટકા રહી. વર્ષના પ્રથમ મહિનામાં તેનો જથ્થાબંધ ભાવ વાર્ષિક આધાર પર 0.26 ટકા ઘટ્યો હતો. ફેબ્રુઆરીમાં શાકબાજીના ભાવમાં 2.90 ટકાનો ઘટાડો આવ્યો. જ્યારે જાન્યુઆરીમાં તેના ભાવ વાર્ષિક આધારે 20.82 ટકા ઘટ્યા હતા. જોકે ફેબ્રુઆરીમાં કઠોળના ભાવ 10.25 ટકા વધ્યા. જ્યારે ફળોના ભાવમાં 9.48 ટકાનો વધારો થયો છે.

જથ્થાબંધ મોંઘવારી 27 મહિનાના ઉચ્ચતમ સ્તર પર પહોંચવાનુ કારણ ચારેબાજુથી વધેલી મોંઘવારી
ICRAના પ્રિન્સિપલ ઈકોનોમિસ્ટ અદિતિ નાયરના જણાવ્યા મુજબ જથ્થાબંધ મોંઘવારી ડબલ થઈને 27 મહિનાના ઉચ્ચતમ સ્તર 4.2 ટકા પર પહોંચવાનું કારણ ચારેબાજુથી વધેલી મોંઘવારી છે. તેની પર ગ્લોબલ માર્કેટમાં કમોડિટી, ક્રૂડ ઓઈલ અને ફ્યુઅલના ભાવમાં વધારો થયો છે. આ સિવાય ખાવા-પીવાના સામાનના ભાવ ગત વર્ષે ઓછા રહેવાના કારણથી પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં મોંઘવાર વધુ રહી છે.

કમોડિટીના ભાવમાં ઉછાળાથી 3 મહિનામાં જથ્થાબંધ મોંઘવારીમાં ઝડપી ઉછાળો આવવાની શકયતા
નાયરે ગત વર્ષની સરખામણીએ કોમોડિટાના ભાવમાં ઉછાળો આવવાથી ત્રણ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીમાં ઝડપી ઉછાળો આવવાની શકયતા છે. તેમણે કહ્યું કે કોર WPI ઈન્ફલેશન માર્ચમાં લગભગ 6 ટકા અને હેડલાઈન WPI ઈન્ફલેશન 9-9.5 ટકા રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *