સાતમાં તબક્કામાં ૫૭ બેઠકોમાંથી પંજાબની ૧૩, ઉત્તર પ્રદેશની ૧૩, બિહારની ૮, પશ્ચિમ બંગાળની ૯, ઓડિશાની ૬, હિમાચલ પ્રદેશની ૪, ઝારખંડની ૩ અને ચંદીગઢની ૧ બેઠક પર મતદાન થશે. આ તબક્કા સાથે જ લોકસભાની ચૂંટણી સમાપ્ત થશે. ચૂંટણીના પરિણામ ૪ જૂને જાહેર થશે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ના સાતમાં તબક્કામાં ૧ જૂનના રોજ ૮ રાજ્યોની ૫૭ બેઠકો પર મતદાન થશે. આ રાજ્યોમાંથી કુલ ૯૦૪ ઉમેદવારો મેદાનમાં છે. સાતમાં તબક્કામાં ૫૭ બેઠકોમાંથી પંજાબની ૧૩, ઉત્તર પ્રદેશની ૧૩, બિહારની ૮, પશ્ચિમ બંગાળની નવ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ અને ચંદીગઢની એક બેઠક પર મતદાન થશે. આ તબક્કા સાથે જ લોકસભાની ચૂંટણી સમાપ્ત થશે. ચૂંટણીના પરિણામ ૪ જૂને જાહેર થશે.
૨૦૧૯ના આંકડા પર નજર કરીએ તો બિહારની જે આઠ સીટો પર વોટિંગ થશે, તે તમામ સીટો એનડીએના ખાતામાં ગઇ હતી. યૂપીમાં પૂર્વાંચલની ૧૩ સીટો પર વોટિંગ થશે, ૨૦૧૯માં એનડીએને ૧૧ સીટો મળી હતી, જ્યારે સમાજવાદી પાર્ટી અને બસપા ગઠબંધનને માત્ર બે સીટો મળી હતી.
પીએમ મોદી સહિત આ દિગ્ગજો મેદાનમાં
સાતમાં તબક્કામાં વારાણસીમાં પણ ચૂંટણી યોજાશે. આ સીટ પરથી પીએમ મોદી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. વડાપ્રધાન આ બેઠક પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. અભિનેતા રવિ કિશન ગોરખપુર બેઠક પરથી મેદાનમાં છે. ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત હિમાચલની મંડી સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હમીરપુર બેઠક પરથી, મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પશ્ચિમ બંગાળની ડાયમંડ હાર્બર બેઠક પરથી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની જલંધરથી, હરસિમરત કૌર બાદલ ભટિંડાથી, લાલુ પ્રસાદ યાદવના પુત્રી મીસા ભારતી પાટલીપુત્ર બેઠક મેદાનમાં છે.
સાતમા તબક્કામાં આઠ રાજ્યોની ૫૭ લોકસભા સિવાય ઓડિશામાં ૪૨ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. આ સિવાય હિમાચલ પ્રદેશની છ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ તબક્કામાં પંજાબ અને હિમાચલ પ્રદેશની તમામ લોકસભા સીટો પર મતદાન થશે.