ચૂંટણીના પરિણામો પહેલા સિલિન્ડરના ભાવમાં આટલો ઘટાડો

દેશમાં લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સાતમા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે અને પરિણામ ૪ જૂને આવશે, પણ પરિણામ પહેલા જ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો છે અને તે ૬૯.૫૦ રૂપિયા સસ્તો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે દેશભરમાં ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. રૂ. ૬૯.૫૦ ના સુધારેલા દરો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યા છે.

lol gas gif | WiffleGif

આજથી દિલ્હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત ૧,૬૭૬ રૂપિયા છે. આ પહેલા ૧ મેના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૯ રૂપિયાનો ઘટાડો થયો હતો. સિલિન્ડરના ભાવમાં ઘટાડો વેપારીઓ માટે રાહતના સમાચાર છે.

શહેરો પ્રમાણે વાત કરીએ તો દિલ્હીમાં સિલિન્ડર રૂ. ૧,૬૭૬માં મળશે જે અગાઉ રૂ. ૧૭૪૫.૫૦માં મળતું હતું. કોલકાતામાં ભાવ રૂ. ૧,૭૮૭ રહેશે જે અગાઉ રૂ. ૧૮૫૯ હતો, મુંબઈમાં રૂ. ૧,૬૨૯ ભાવ રહેશે જે પહેલાં રૂ. ૧,૬૯૮.૫૦ હતો અને ચેન્નાઈમાં સિલિન્ડરનો ભાવ રૂ. ૧,૮૪૦.૫૦ થયો છે જે અગાઉ રૂ. ૧,૯૧૧ હતો.

એક મહિના પહેલા, ૧ મેના રોજ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તાત્કાલિક અસરથી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં યુનિટ દીઠ ૧૯ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારે દિલ્હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત ૧૭૪૫.૫૦ રૂપિયા હતી. અગાઉ એપ્રિલમાં ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૩૦.૫૦ રૂપિયા ઘટીને ૧૭૬૪.૫૦ રૂપિયા થઈ હતી. જોકે પહેલેથી સિલિન્ડરનો ભાવ એટલો ઊંચો ગયો છે કે આ રાહત લોકો માટે જોઈએ તેટલી સુખદ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *