સાતમા તબક્કાના મતદાન વચ્ચે રાહુલ ગાંધીએ કર્યો મોટો દાવો

રાહુલ ગાંધી:

દેશમાં

૪ જૂને નવી સવાર થશે  …

Rahul Gandhi Rajasthan Anupgarh Speech LIVE Update; Congress | Lok Sabha Election | राहुल बोले-30 लाख सरकारी नौकरी देंगे, महिलाओं को 50% रिजर्वेशन: ठेका-प्रथा बंद होगी; आशा ...

દેશની ૫૭ લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવાની આશા વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ચાર જૂને એક નવી સવાર થવા જઈ રહી છે. લોકસભા ચૂંટણી માટે આજે મતદાનનો છેલ્લો તબક્કો છે. ઉલ્લેખનીય છે કે આજે મતદાન પૂર્ણ થયા બાદ વોટિંગની પ્રક્રિયા પૂર્ણ થશે અને ત્યારબાદ ચોથી જૂને મતગણતરી હાથ ધરાશે.

Rahul Gandhi VS PM Modi Adani Relation | AICC Office Press Conference Update | राहुल गांधी बोले- अडाणी मुद्दे पर डरे हैं PM: वे मुझे पार्लियामेंट में नहीं बोलने देंगे ...

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘અત્યાર સુધીના ટ્રેન્ડથી સ્પષ્ટ છે કે દેશમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. મને ગર્વ છે કે આકરી ગરમીમાં પણ તમે બધા લોકશાહી અને બંધારણની રક્ષા માટે મતદાન કરવા બહાર આવ્યા છો. આજે પણ મોટી સંખ્યામાં બહાર આવો અને અહંકાર અને અત્યાચારનું પ્રતિક બની ગયેલી આ સરકાર સામે તમારા મતથી અંતિમ પ્રહાર કરો. ચાર જૂનનો સૂર્ય દેશમાં એક નવી સવાર લાવશે.’

Election Voting Machine Candidates Name GIF - Election Voting Machine Candidates Name GIFs

દેશમાં લોકસભા ૨૦૨૪ની ચૂંટણી ૧૯ એપ્રિલથી શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં છ તબક્કામાં ૪૮૬ લોકસભા બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે. સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં આજે સવારે ૦૭:૦૦ વાગ્યાથી છેલ્લા ૫૭ સંસદીય મતવિસ્તારોમાં મતદાન શરૂ થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *