લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં ૧૧ વાગ્યા સુધી ૨૬.૩૦ % મતદાન થયું છે. હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ ૩૧.૯૨ % અને સૌથી ઓછું ઓડિશામાં ૨૨.૬૪ % મતદાન થયું છે.
ચૂંટણી પંચની વોટર ટર્નઆઉટ એપ અનુસાર ૧૧ વાગ્યા સુધી ૨૬.૩૦ % મતદાન થયું હતું. જેમાં બિહારમાં ૨૪.૨૫ %, ચંદીગઢમાં ૨૫.૦૩ %, હિમાચલ પ્રદેશમાં ૩૧.૯૨ %, ઝારખંડમાં ૨૯.૫૫ %, પંજાબમાં ૨૩.૯૧ %, ઓડિશામાં ૨૨.૬૪ %, ઉત્તર પ્રદેશમાં ૨૮.૦૨ %, પશ્ચિમ બંગાળમાં ૨૮.૧૦ % મતદાન થયું હતું.
છેલ્લા તબક્કામાં પંજાબની તમામ ૧૩, હિમાચલ પ્રદેશની ૪, પશ્ચિમ બંગાળની ૯, બિહારની ૮, ઓડિશાની ૬, ઝારખંડની ૩ અને ચંદીગઢની ૧ બેઠક પર મતદાન થઈ રહ્યું છે. એકવાર આ તબક્કો સાંજે ૦૬:૦૦ વાગ્યે પૂર્ણ થયા પછી, ૫૪૩ બેઠકો માટે ૧૯ એપ્રિલથી શરૂ થયેલી સાત તબક્કાની મેરેથોન મતદાન પ્રક્રિયા સમાપ્ત થશે. ૪ જૂને મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામ જાહેર થશે.