આજથી બદલાઈ ગયા આ ૫ નિયમો

ટ્રાફિક નિયમ તોડ્યો તો ભારે-ભરખમ દંડ, SBI-આધાર કાર્ડમાં પણ અપડેટ.

Traffic New York GIF - Traffic New York New York City GIFs

આજે એટલે કે ૧ જૂનથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યાં છે જેની સીધી અસર આપણા જીવન પર પડશે. જે નિયમોમાં ફેરફાર થઈ રહ્યાં છે તેમાં ડ્રાઈવિંગ લાયસન્સ સૌથી મહત્વનું છે. 

આજથી બદલાઈ ગયા આ 5 નિયમો: ટ્રાફિક નિયમ તોડ્યો તો ભારે-ભરખમ દંડ, SBI-આધાર કાર્ડમાં પણ અપડેટ

૧. ડ્રાઈવિંગ લાયસન્સ માટે નવા નિયમ આજથી લાગુ

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ડ્રાઈવિંગ લાયસન્સ માટે નવા નિયમોની જાહેરાત કરી છે. ૦૧/૦૬/૨૦૨૪ થી કોઈ પણ વ્યક્તિ પ્રાઈવેટ ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટર પર જઈને પોતાનો ટેસ્ટ આપી શકશે. પહેલા આ ટેસ્ટ માત્ર આરટીઓ ઓફિસોમાં જ થતાં હતાં. આ તમામ સેન્ટર ટેસ્ટ લેવા અને સર્ટિફિકેટ ઈશ્યૂ કરવા માટે સરકારથી અધિકૃત કરવામાં આવશે. નવા નિયમો દ્વારા સરકાર લગભગ ૯૦૦૦૦૦ જૂના વાહનોને હટાવવા ઈચ્છે છે. સરકાર વધતા પ્રદૂષણ પર નિયંત્રણ કરવા માટે આ પ્રયત્ન કરી રહી છે.

૨. સગીરએ ૨૫,૦૦૦નો દંડ ચૂકવવો પડશે

જો તમે ઝડપી ગતિથી ગાડી ચલાવો છો તો ૧૦૦૦ રૂપિયાથી ૨૦૦૦ રૂપિયાનો દંડ આપવો પડશે. જો કોઈ સગીર ગાડી ચલાવતો પકડાઈ ગયો તો તેને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ આપવો પડશે. સાથે જ ગાડીના માલિકનું રજિસ્ટ્રેશન કેન્સલ થઈ જશે. સગીર વ્યક્તિ ૨૫ વર્ષ સુધી લાયસન્સ ઈશ્યૂ કરાવી શકશે નહીં.

૩. આધાર કાર્ડ અપડેટ

જો તમે પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવવા ઈચ્છો છો તો ૧૪ જૂન સુધી તેને કરાવી લો. કોઈ પણ સરળતાથી ઓનલાઈન આધારકાર્ડ અપડેટ કરાવી શકે છે. ઓફલાઈન પસંદ કરવા પર વ્યક્તિને ૫૦ રૂપિયાનો દંડ આપવો પડશે.

૪. જૂનમાં ક્યારે-ક્યારે બેન્ક બંધ રહેશે

રિઝર્વ બેન્ક તરફથી જાહેર રજાઓ અનુસાર જૂન મહિનામાં ૧૦ દિવસ બેન્ક બંધ રહેશે. આ ૧૦ દિવસોમાં ૫ રવિવાર છે. બીજા અને ચોથા શનિવારે પણ બેન્ક કર્મચારીઓની રજા રહેશે. આ સિવાય રાજ સંક્રાંતિ અને બકરી ઈદ જેવા તહેવારો પર દેશના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ તારીખો પર બેન્ક બંધ રહેશે.

૫. SBI ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર

તાજેતરમાં જ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા કાર્ડે પોતાના નોટિફિકેશનમાં કહ્યું હતું કે અમુક ક્રેડિટ કાર્ડ્સ પર સરકાર સંબંધિત લેવડ-દેવડ પર રિવોર્ડ પોઈન્ટ મળશે નહીં. આ નિયમ આજે એટલે કે 1 જૂનથી લાગુ થઈ ગયો છે. બેન્કે આવા ક્રેડિટ કાર્ડ્સની પૂરી લિસ્ટ જાહેર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *