એક્ઝિટ પોલ પછી એક્શન મોડમાં પીએમ મોદી

ચક્રવાત રેમલ, હીટવેવ, વિશ્વ પર્યાવરણ દિવસ અને ૧૦૦ દિવસના એજન્ડા સહિતના મુદ્દે અને પીએમ મોદીએ બોલાવી ૭ મીટિંગ.

Modi Ji Sticker - Modi Ji Stickers

લોકસભા ચૂંટણીને વચ્ચે આજે એટલે કે રવિવારે પીએમ મોદીએ ૭ મીટિંગ બોલાવી છે. વાત જાણે એમ છે કે, પીએમ મોદીએ બોલાવેલ ૭ મીટિંગમાં દેશને લગતા ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. પીએમ મોદીદ્વારા આ બેઠકો એવા સમયે યોજવામાં આવશે જ્યારે લોકસભાની ચૂંટણી શનિવારે (૧ જૂન) સમાપ્ત થઈ ગઈ છે. ૪ જૂને ચૂંટણીના પરિણામો આવવાના છે. પરંતુ પ્રથમ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના NDAને જંગી બહુમતી મળતી દેખાઈ રહી છે. અહીં ચૂંટણી પરિણામો પહેલા પીએમ મોદી એક્શન મોડમાં આવી ગયા છે.

સરકારી સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે, પીએમ મોદી ચક્રવાત રેમલ પછીની સ્થિતિ અને પૂર્વોત્તર રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ અંગે ચર્ચા કરવા જઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા ત્રાટકેલા ચક્રવાત રેમલને કારણે પશ્ચિમ બંગાળથી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં નુકસાન જોવા મળ્યું છે. ભલે ચક્રવાત રેમલ બંગાળમાં લેન્ડફોલ કરે પરંતુ તેના કારણે થયેલા વરસાદને કારણે મણિપુર જેવા ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

પીએમ મોદીની અધ્યક્ષતામાં ૭ બેઠકો યોજાવા જઈ રહી છે. તેમાંથી એક બેઠક હીટવેવને લઈને પણ યોજાશે. જેમાં હીટવેવને પહોંચી વળવા માટે કેન્દ્રીય સ્તરે શું પ્લાન બનાવવો જોઈએ તેના પર ચર્ચા થઈ શકે છે. હીટવેવને કારણે દેશભરમાં અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. બિહાર, ઝારખંડ, ઓડિશા જેવા રાજ્યોમાં પણ ઘણા લોકોના મોત થયા છે. રાજ્ય સ્તરે કેટલીક સરકારોએ હીટવેવને લઈને એક્શન પ્લાન પણ તૈયાર કર્યા છે.

વિશ્વ પર્યાવરણ દિવસને મોટા પાયે ઉજવવાની તૈયારીઓની સમીક્ષા કરવા વડાપ્રધાન મોદી પણ એક બેઠક યોજવાના છે. વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસની સ્થાપના સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૧૯૭૨ માં માનવ પર્યાવરણ પર સ્ટોકહોમ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી. તેનો હેતુ પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ વધારવાનો છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ પર સંમેલનનું આયોજન ગલ્ફ દેશ સાઉદી અરેબિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

પીએમ મોદી મોદી ૧૦૦ દિવસના એજન્ડાની સમીક્ષા કરવા જઈ રહ્યા છે, જેમાં નવી સરકારના ગઠન પછીના ત્રણ મહિનામાં થનારા કામો પર ચર્ચા કરવામાં આવશે. એક્ઝિટ પોલ એ વાત તરફ ઈશારો કરી રહ્યા છે કે, પીએમ મોદી ત્રીજી વખત સત્તામાં પાછા આવી રહ્યા છે. ચૂંટણી પ્રચારની શરૂઆત પહેલા પીએમ મોદીએ ટોચના નોકરશાહીને મોદી ૩.૦ ના કાર્યકાળ દરમિયાન કરવામાં આવનાર કાર્યોની યાદી તૈયાર કરવા કહ્યું હતું. તેમણે તેમને સ્પષ્ટ કર્યું હતું કે, તેમની સરકારના પ્રથમ ૧૦૦ દિવસમાં તમામ કઠિન નિર્ણયો લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *