અમૂલ દૂધના ભાવમાં વધારો

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો ૪ જૂને જાહેર થવાના છે તે પહેલા જ જનતાને મોંઘવારીનો મોટો આંચકો લાગ્યો.

Amul Milk Price Hike : અમૂલ દૂધના ભાવમાં વધારો, આજથી નવી કિંમત લાગૂ થશે

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો ૪ જૂને જાહેર થવાના છે તે પહેલા જ જનતાને મોંઘવારીનો મોટો આંચકો લાગ્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધના ભાવમાં ૨ રૂપિયાનો વધારો કર્યો છે. દૂધનો આ નવો ભાવ આજે સોમવાર (૩ જૂન)થી અમલમાં આવી ગયા છે. અમૂલ તાજા પાઉચ સિવાય તમામ દૂધના ભાવમાં પ્રતિ લિટર ૨ રૂપિયાનો વધારો થયો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેમાં ૨ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

અમૂલની નવી કિંમત મુજબ અમૂલ ગોલ્ડ ૫૦૦ એમએલની કિંમત પ્રતિ લિટર ૨ રૂપિયા વધીને ૩૨ રૂપિયાથી વધીને ૩૩ રૂપિયા થઇ ગઇ છે. ૫૦૦ મીલી દીઠ અમૂલ ફ્રેશની કિંમચ ૨૬ થી વધીને ૨૭ થઈ ગઈ છે. અમૂલ શક્તિ ૫૦૦ એમએલની કિંમત ૨૯ રૂપિયાથી વધીને ૩૦ રૂપિયા થઈ ગઈ છે. અમૂલ ફ્રેશના નાના પાઉચને છોડીને બધા દૂધના ભાવમાં ૨ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

એક લિટર માટે તમારે કેટલી રકમ ચૂકવવી પડશે

જાણકારી મુજબ જીસીએમએમએફે રવિવારે સત્તાવાર રીતે નવા ભાવની જાહેરાત કરી છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ૨ રૂપિયાના ભાવ વધારો લોકોના ખિસ્સા પરનો બોજ વધારી શકે છે. દૂધના ભાવમાં લિટર દીઠ ૨ રૂપિયાનો વધારો ૩ જૂનથી અમલમાં આવશે. ૩ જૂને દૂધ ખરીદવા જનારાઓને ૨ રૂપિયા પ્રતિ લીટર વધારે આપવા પડશે. તો અમૂલ ગોલ્ડમાં તમારે ૬૪ ના બદલે ૬૬ રૂપિયા આપવા પડશે. જ્યારે ૫૦૦ એમએલની બેગની કિંમત ૩૩ રૂપિયા હશે. અમૂલ તાઝાની કિંમત ૫૪ રૂપિયા પ્રતિ લિટર છે અને શક્તિની કિંમત ૬૦ રૂપિયા પ્રતિ લિટર છે.

ભારતમાં અમૂલ એક મોટી બ્રાન્ડ છે

Food Ice cream Amul : Gif Service

અમૂલ એ ભારતમાં ઘર-ઘરમાં જાણીતું નામ છે. તે ભારતની એક સુપર બ્રાન્ડ્સ છે. એટલું જ નહીં ભારતમાં ‘શ્વેત ક્રાંતિ’ લાવવામાં પણ અમૂલે મોટી ભૂમિકા ભજવી છે. તેની સફળતાને કારણે ભારતમાં મોટા પાયે ડેરી સહકારી મંડળીઓનો ફેલાવો થયો અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની સ્થાપના થઈ.

અમુલ દૂધ ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે પરંતુ આ દૂધના વધતા ભાવને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને ફટકો પડી રહ્યો છે. બજેટ બગડી રહ્યું છે. અમૂલે દહીંના ભાવમાં પણ વધારો કરવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમૂલનું દૂધ મુખ્યત્વે ગુજરાત ઉપરાંત દિલ્હી-એનસીઆર, પશ્ચિમ બંગાળ અને મુંબઈના બજારમાં સપ્લાય કરવામાં આવે છે. કંપની એક દિવસમાં ૧૫૦ લાખ લીટરથી વધુ દૂધ વેચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *