અરવિંદ કેજરીવાલ: ‘માની લો કે હું અનુભવી ચોર છું પણ પુરાવા ક્યાં છે..’

એક્સાઇઝ નીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી જામીન પૂર્ણ થતા ફરી જેલ ભેગા, ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવી, હનુમાનજીની પૂજા કરી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હું ભગતસિંહનો ચેલો, ફાંસીએ લટકવા તૈયાર,  કેજરીવાલે માતા-પિતાના આશીર્વાદ લીધા બાદ તિહાર જેલમાં સરેન્ડર કર્યું.

Arvind Kejriwal returns to Tihar jail after campaigning in Lok Sabha polls  - India Today

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે દિલ્હી સ્થિત તિહાર જેલમાં સરેન્ડર કર્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા કેજરીવાલને આપવામાં આવેલા વચગાળાના જામીનનો સમય ૧ જૂને પૂર્ણ થતા તેઓ ફરી પાછા જેલ જતા રહ્યા છે. જેલ જતા પહેલા કેજરીવાલે દિલ્હી સ્થિત રાજઘાટ પર જઇને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. બાદમાં હનુમાનજીના મંદિરે પ્રાર્થના કરી હતી. કેજરીવાલ જેલમાં ગયા તે પહેલા માતા પિતાના આશિર્વાદ લીધા હતા અને આપના નેતાઓને મળ્યા હતા. બાદમાં કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *