શેરબજારમાં આજે ધમાકેદાર શરૂઆત રહી

એક્ઝિટ પોલ ઈફેક્ટ, સેન્સેક્સ ૨૬૦૦ પોઇન્ટના ઉછાળા સાથે રોકેટ, નિફ્ટીમાં ૮૦૦ પોઈન્ટનો ઉછાળો.

Ayodhya Ram Mandir Stock Market BSE Sensex NSE Nifty Updates | 22 January  Holiday | સોમવારે શેરબજાર બંધ રહેશે: રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે  બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને ...

શેરબજારમાં આજે ધમાકેદાર શરૂઆત રહી. પ્રિ ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સે તમામ રેકોર્ડ ધરાશાયી કરી નાખતાં ૭૬૫૮૩ પોઈન્ટની સપાટી સ્પર્શી હતી. સેન્સેક્સમાં આજે એક્ઝિટ પોલ ની ઈફેક્ટ દેખાઈ હતી અને તેની સાથે જ ૨૬૦૦ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. આ સાથે નિફ્ટીમાં પણ એકઝાટકે ૮૦૦ થી વધુ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. 

મોટાભાગના એક્ઝિટ પોલમાં મોદી સરકારની ત્રીજી વખત સત્તામાં વાપસીની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને જ બજારમાં મોટો ઉછાળો આવ્યાની ચર્ચા છે. આજે સવારે સેન્સેક્સે પણ ઓલટાઈમ હાઈ ૭૬૫૮૩.૨૯ પોઈન્ટનો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ લગભગ ૮૦૦ પોઈન્ટનો ઉછાળો દર્શાવતા ૨૩૩૩૮.૭૦ની ઓલટાઈમ હાઈ રેકોર્ડ સર્જી દીધો હતો.

શેરબજારમાં આક્રમક તેજી વચ્ચે રોકાણકારોને ચાંદી જ ચાંદી છે. રોકાણકારોની મૂડી રૂ. ૧૨.૭૨ લાખ કરોડ વધી છે. બીએસઈ માર્કેટ કેપ રૂ. ૪૨૫.૦૯ લાખ કરોડ થઈ છે. આજે ૩૦૭ શેરોમાં અપર સર્કિટ અને ૨૪૧ શેરો વર્ષની ટોચે (૫૨ Week High) પહોંચી છે. નિફ્ટી VIX આજે ૧૯.૭૧ % ઘટ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *