ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ

ઊઠતાં સવાલો વચ્ચે પરિણામ પહેલા પહેલીવાર ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ.

Election Commission Press Conference Before Results | चुनाव आयोग की प्रेस कॉन्फ्रेंस: मुख्य चुनाव आयुक्त बोले- यह पहला मौका जब हमने इलेक्शन में 100 प्रेस नोट जारी ...

લોકસભા ચૂંટણીના મતગણતરી અને પરિણામ જાહેર થવાના એક દિવસ પહેલા ચૂંટણીપંચે આજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. કદાચ આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન સમાપ્ત થયા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પહેલાં દરેક તબક્કાના મતદાન બાદ મીડિયા બ્રીફિંગ કરવામાં આવતી હતી પરંતુ હવેથી તે પ્રથા સમાપ્ત કરી દેવામાં આવી છે. 

ઊઠતાં સવાલો વચ્ચે પરિણામ પહેલા પહેલીવાર ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ, શું બોલ્યાં CEC

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે આ વખતે યોજાયેલી લોકસભા ચૂંટણી ૨૦૨૪ને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે આ દરમિયાન ચૂંટણીની વ્યવસ્થાઓ અને સફળતાપૂર્વક મતદાનના સમાપનને પણ એક સિદ્ધી ગણાવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ વખતે ચૂંટણી ઐતિહાસિક રહી. ૬૪ કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહિલાઓએ પણ મતદાનમાં ભારે ઉત્સાહ બતાવ્યો હતો. ૩૧ કરોડથી વધુ મહિલાઓએ મતદાન કર્યું હતું. ૮૫થી વધુ વયના રેકોર્ડ લોકોએ વોટિંગ કર્યું હતું. 

Lok Sabha elections LIVE: Record 64.2 crore voters voted this time, says CEC | Hindustan Times

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે હેલિકોપ્ટર ચેકની ઘટનાઓ વિશે પત્રકારોને કહ્યું કે આ દેશમાં એવો કોઈ નેતા નથી કે જેના હેલિકોપ્ટરની ચેકિંગ ન કરવામાં આવી હોય. તેમાં દરેક કેન્દ્રીયમંત્રીઓ પણ સામેલ છે. અમે અમારા અધિકારીઓને પૂરો અધિકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના હેલિકોપ્ટર ચેકિંગની ઘટનાઓ સામે આવી હતી જેના બાદ ભારે વિવાદ થયો હતો.

Election Commission Press Conference Before Results | चुनाव आयोग की प्रेस  कॉन्फ्रेंस: मुख्य चुनाव आयुक्त बोले- यह पहला मौका जब हमने इलेक्शन में 100  प्रेस नोट जारी ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *