લોકસભાની ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા જ ઉજવણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે? રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે, નવી સરકારની રચના દરિયાન થનારી ઉજવણી પાછળ લગભગ ૨૨ લાખનો ખર્ચ કરાશે.
એક્ઝિટ પોલે ભાજપ અને તેના સહયોગી પક્ષોની સાથે માર્કેટને પણ ખુશ કરી દીધું છે. હવે ગણતરીના કલાકો બાદ એટલે કે મંગળવારે ચૂંટણીનું પરિણામ આવવાનું છે ત્યારે કોણ બાજી મારશે તે અંગેની સંભાવનાઓ વચ્ચે ભાજપની જીતની ભવ્ય ઉજવણી કરવાનો પ્લાન પણ બનાવી રહી હશે, પરંતુ બીજી તરફ તેવા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે નવી સરકારની રચના થશે તેની ઉજવણી માટેની તૈયારી આરંભી દેવામાં આવી છે. જેમાં ૨૧ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. જો એક્ઝિટ પોલ પ્રમાણેનું પરિણામ આવ્યું તો મોદી સરકારની હેટ્રિક થશે.
ત્રીજી વખત પણ ભાજપના ભવ્ય વિજયની સંભાવનાઓ એક્ઝિટ પોલ્સ વ્યક્ત કરી રહ્યા છે, આવામાં ભાજપ દ્વારા જીતની ભવ્ય ઉજવણીની તૈયારી કરી લીધી હોવાનું ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે. આ જીતની ઉજવણી અઠવાડિયાના અતિમ ભાગમાં કરાશે અને તેમાં ૮ થી ૧૦ હજાર લોકો ઉપસ્થિત રહેશે તેમ મનાઈ રહ્યું છે.
રિપોર્ટ્સ મુજબ ઉજવણી માટે અને સજાવટ માટે પ્રેસિડેન્ટ્સના સેક્ટ્રેટેરિએટ દ્વારા ટેન્ડર ઈસ્યૂ કરીને સજાવટ માટેની તૈયારી લોકોસભાનું પરિણામ આવે તે પહેલા જ કરી લેવાઈ છે. આ ઉજવણી દરમિયાન ‘વડાપ્રધાન અને મંત્રીઓના શપથગ્રહણનો કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે’ આ ટેંડરની કિંમત ૨૧.૯૭ લાખ રૂપિયા છે.

કોન્ટ્રાક્ટરને તૈયારી માટે ૫ દિવસનો સમય આપવામાં આવશે. આ સાથે જે સાંસદો આ ચૂંટણીમાં વિજયી થશે તેમને દિલ્હી લાવવાની અને તેમના રહેવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન વિદેશના મહેમાનો પણ ઉપસ્થિત રહેશે.
શનિવારે જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા તેમાં ભાજપની બહુમતી સાથે NDAની સરકાર બનતી દર્શાવવામાં આવી રહી છે. જેમાં કેટલાક એક્ટિ પોલમાં NDAને ૪૦૦ ની નજીક બેઠક મળવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે.