લોકસભા ચૂંટણી પરિણામ ૨૦૨૪ : ૪ જૂન ૨૦૨૪ના દિવસે મતગણતરી બાદ ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓની કિસ્મત પરથી પડદો ઉઠશે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટેના સાત તબક્કાનું મતદાન શનિવારે પુરુ થયું છે. ત્યારે હવે લોકોની નજર ૪ જૂન ૨૦૨૪ના દિવસે જાહેર થનારા ચૂંટણી પરિણામ ૨૦૨૪ ઉપર રહશે. પરિણામના દિવસે લોકસભાની ૫૪૩ બેઠકો પર થયેલા મતદાનની મતગણતરી હાથ ધરાશે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રાહુલ ગાંધી સુધીના તમામ દિગ્ગજોના ભાવી પરથી પડદો ઉઠશે.
આ દિગ્ગજ નેતાઓ પર રહેશે દેશની નજર
આજની મતગણતરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સ્મૃતિ ઇરાની, ગેનીબેન ઠાકરો, હેમા માલિની, રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપર દેશની નજર રહશે.
કયા તબક્કામાં કેટલું થયું મતદાન?
ચૂંટણીપંચ અનુસાર પહેલા તબક્કામાં ૬૬.૧૪ %, બીજા તબક્કામાં ૬૬.૭૧ % અને ત્રીજા તબક્કામાં ૬૫.૬૮ % મતદાન થયું હતું. ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી સૌથી વધારે ૬૯.૧૬ % રહી હતી. પાંચમાં તબક્કામાં ૬૨.૨૦ % અને છઠ્ઠા તબક્કામાં ૬૩.૩૬ % મતદાન થયું હતું. આ ઉપરાંત સાતમાં તબક્કાનું ૬૩.૮૮ % મતદાન થયું હતું.
ગુજરાત લોકસભા ચૂંટણીમાં ૬૦.૧૩ % મતદાન
ગુજરાતમાં યોજાયેલ લોકસભા ચૂંટણી મતદાન અને પરિણામ પર એક નજર નાંખીએ વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૯ સુધી મતદાનમાં સરેરાશ વધારો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૦૯ માં સરેરાશ મતદાન ૪૭.૮૯ હતું જે વધીને વર્ષ ૨૦૧૪ માં ૬૩.૬૬ % થયું અને વર્ષ ૨૦૨૯ માં વધીને ૬૪.૫૧ % થયું હતું. જોકે બેઠકોમાં સરેરાશ વધ ઘટ જોવા મળી છે. જોકે આ વખતે લોકસભા ચૂંટણી ૨૦૨૪ સરેરાશ મતદાન ૬૦.૧૩ % થયું છે. જે ગત વર્ષ કરતાં ઓછું છે.