ગુજરાત લોકસભા ચૂંટણીના પરિણામ શરૂ થવાને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે, ભાજપ અને કોંગ્રસ-આપ ગઠબંધન પોતાની પાર્ટીની જીતના દાવા કરી રહ્યા.

લોકસભા ચૂંટણી પરિણામ ૨૦૨૪ માટે મત ગણતરી ૪ જૂન 2024 સવારે ૦૮:૦૦ કલાકે શરૂ થઈ ગઈ છે. ધીમે ધીમે વલણ સામે આવી રહ્યા છે, જેમાં રાજ્યની ૨૬ બેઠકમાંથી એક બેઠક સુરત પર ભાજપના નેતા બિન હરીફ જીતી ગયા છે, જ્યારે ૨૫ બેઠકો પર મત ગમતરી ચાલી રહી છે. જેમાં ભાજપ હાલ ૨૪ બેઠક પર આગળ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ ૦૧ બેઠક પર આગળ ચાલી રહી છે. ભાજપ સતત દાવો કરી રહી છે કે, ફરી અમે એકવાર ક્લીન સ્વીપ કરી ૨૬ બેઠકો પર જીતીશું તો, કોંગ્રેસ અને આપનું ગઠબંધન કહે છે કે, અમે વધુમાં વધુ બેઠકો જીતીશું. તો જોઈએ ગુજરાત લોકસભા ચૂંટણીના પરિણામની પળેપળની માહિતી.
આ પાંચ બેઠકો પર સૌની નજર રહેશે
ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામમાં ગુજરાતની પાંચ બેઠકો ઉપર સૌથી ખાસ નજર રહેશે. જેમાં બનાસકાંઠા, વડોદરા, વલસાડ, ભરૂચ, છોટાઉદેપુર અને વલસાડનો સમાવેશ થાય છે.
ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ ૨૦૨૪ લાઈવ અપડેટ્સ
ગુજરાત લોકસભા બેઠક | ભાજપ | વલણ | કોંગ્રેસ – આપ | વલણ |
કચ્છ (SC) | વિનોદ ચાવડા | આગળ | નિતેશ લાલણ | પાછળ |
બનાસકાંઠા | ડો. રેખાબેન ચૌધરી | આગળ | ગેનીબેન ઠાકોર | પાછળ |
પાટણ | ભરતસિંહ ડાભી | પાછળ | ચંદનજી ઠાકોર | આગળ |
મહેસાણા | હરિભાઈ પટેલ | આગળ | રામજી ઠાકોર | પાછળ |
સાબરકાંઠા | શોભના બારૈયા | આગળ | તુષાર ચૌધરી | પાછળ |
ગાંધીનગર | અમિત શાહ | આગળ | સોનલ પટેલ | પાછળ |
અમદાવાદ પૂર્વ | હસમુખ પટેલ | આગળ | હિંમતસિંહ પટેલ | પાછળ |
અમદાવાદ પશ્ચિમ (SC) | દિનેશ મકવાણા | આગળ | ભરત મકવાણા | પાછળ |
સુરેન્દ્રનગર | ચંદુભાઈ શિહોરા | આગળ | ઋત્વિક મકવાણા | પાછળ |
રાજકોટ | પરષોત્તમ રૂપાલ | આગળ | પરેશ ધાનાણી | પાછળ |
પોરબંદર | મનસુખ માંડવિયા | આગળ | લલીત વસોયા | પાછળ |
જામનગર | પુનમબેન માડમ | પાછળ | જે.પી. મારવિયા | આગળ |
જૂનાગઢ | રાજેશભાઈ ચુડાષ્મા | આગળ | હિરા જોટવા | પાછળ |
અમરેલી | ભરતભાઈ સૂતરિયા | આગળ | જેની ઠુંમ્મર | પાછળ |
ભાવનગર | નીમુબેન બાંભણિયા | આગળ | ઉમેશ મકવાણા (AAP) | પાછળ |
આણંદ | મિતેશ પટેલ | આગળ | અમિત ચાવડા | પાછળ |
ખેડા | દેવુસિંહ ચૌહાણ | આગળ | કાળુસિંહ ડાભી | પાછળ |
પંચમહાલ | રાજપાલસિંહ જાદવ | આગળ | ગુલાબસિંહ ચૌહાણ | પાછળ |
દાહોદ (ST) | જસવંતસિંહ ભાભોર | આગળ | ડો. પ્રભા તાવિયાડ | પાછળ |
વડોદરા | ડો. હેમાંગ જોશી | આગળ | જસપાલસિંહ પઢિયાર | પાછળ |
છોટાઉદેપુર (ST) | જશુભાઈ રાઠવા | આગળ | સુખરામ રાઠવા | પાછળ |
ભરૂચ | મનસુખ વસાવા | આગળ | ચૈતર વસાવા (AAP) | પાછળ |
બારડોલી (ST) | પ્રભુભાઈ વસાવા | આગળ | સિદ્ધાર્થ ચૌધરી | પાછળ |
સુરત | મુકેશ દલાલ | આગળ | નિલેશ કુંભાણી | પાછળ |
નવસારી | સી.આર. પાટીલ | આગળ | નૈષદ દેસાઈ | પાછળ |
વલસાડ (ST) | ધવલ પટેલ | આગળ | અનંત પટેલ | પાછળ |