અમિત શાહે ત્રણ લાખથી વધુની લીડ ક્રોસ કરી.

અમદાવાદ : ગુજરાતમાં ૨૫ લોકસભા બેઠક માટે મતગણતરી ચાલી રહી છે. જેમાં મતગણતરીમાં પ્રથમ બે કલાકમાં ચૂંટણી પરિણામોના સામે આવેલા વલણ મુજબ ભાજપ ૨૪ અને કોંગ્રેસ ૧ બેઠક પર આગળ ચાલી રહી છે. જેમાં પ્રથમ બે કલાકમાં અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, રાજકોટ, છોટાઉદેપુર, પોરબંદર, ખેડા, વલસાડ, નવસારી, બેઠક પર ભાજપને એક લાખથી વધુની લીડ મળી છે.
ગુજરાતમાં ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ૩.૫૬ લાખ મતની સરસાઈથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે નવસારી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલ ૧૦,૦,૦૦૦ મતથી આગળ ચાલી રહ્યા છે.વલસાડ-ડાંગ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ ૧,૦૯,૪૩૯ મતથી આગળ છે. તેમજ છોટા ઉદેપુરમાં ૪ થા રાઉન્ડ બાદ ભાજપના ઉમેદવાર જશુ રાઠવા ૧૧,૪,૦૧૬ મતથી આગળ છે. ખેડામાં ભાજપ ઉમેદવાર દેવુંસિંહ ચૌહાણ ૧,૩૨,૪૧૮ મતથી આગળ ચાલી રહ્યા છે.
રાજકોટમાં ત્રીજા રાઉન્ડ બાદ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ૧,૨૯,૪૦૪ મતો મળ્યા, અમદાવાદ પશ્ચિમના ભાજપના દિનેશ મકવાણા ૧,૦૭,૪૬૮ની લીડથી આગળ,પોરબંદર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ૧,૦૦,૦૦૦ મતથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે વડોદરા બેઠક પર ભાજપના હેમાંગ જોષી ૧,૩૩,૨૦૩ મતથી આગળ ચાલી રહ્યા છે.