ઉત્તર પ્રદેશે ભાજપને આપ્યો મોટો આંચકો

લોકસભા ચૂંટણી પરિણામ ૨૦૨૪ : ૪ જૂન ૨૦૨૪ના દિવસે મતગણતરી બાદ ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓની કિસ્મત પરથી પડદો ઉઠશે.

സംവരണത്തിൽ കൊമ്പുകോർത്ത് | dispute over the reservation | Madhyamam

 

ચૂંટણી પરિણામો પહેલા બંગાળમાં બોમ્બ બ્લાસ્ટ

લોકસભા ચૂંટણીની મતગણતરી પહેલા જ બંગાળમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં પાંચ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ ઘટના જાદવપુર લોકસભા મતવિસ્તારમાં જણાવવામાં આવી રહી છે. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે.

આ દિગ્ગજ નેતાઓ પર રહેશે દેશની નજર

આજની મતગણતરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સ્મૃતિ ઇરાની, ગેનીબેન ઠાકરો, હેમા માલિની, રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપર દેશની નજર રહશે.

કયા તબક્કામાં કેટલું થયું મતદાન?

ચૂંટણીપંચ અનુસાર પહેલા તબક્કામાં ૬૬.૧૪ %, બીજા તબક્કામાં ૬૬.૭૧ % અને ત્રીજા તબક્કામાં ૬૫.૬૮ % મતદાન થયું હતું. ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી સૌથી વધારે ૬૯.૧૬ % રહી હતી. પાંચમાં તબક્કામાં ૬૨.૨૦ % અને છઠ્ઠા તબક્કામાં ૬૩.૩૬ % મતદાન થયું હતું. આ ઉપરાંત સાતમાં તબક્કાનું ૬૩.૮૮ % મતદાન થયું હતું.

ગુજરાત લોકસભા ચૂંટણીમાં ૬૦.૧૩ % મતદાન

ગુજરાતમાં યોજાયેલ લોકસભા ચૂંટણી મતદાન અને પરિણામ પર એક નજર નાંખીએ વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૯ સુધી મતદાનમાં સરેરાશ વધારો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૦૯ માં સરેરાશ મતદાન ૪૭.૮૯ હતું જે વધીને વર્ષ ૨૦૧૪ માં ૬૩.૬૬ % થયું અને વર્ષ ૨૦૧૯ માં વધીને ૬૪.૫૧ % થયું હતું. જોકે બેઠકોમાં સરેરાશ વધ ઘટ જોવા મળી છે. જોકે આ વખતે લોકસભા ચૂંટણી ૨૦૨૪ સરેરાશ મતદાન ૬૦.૧૩ % થયું છે. જે ગત વર્ષ કરતાં ઓછું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *