હીરામંડી એકટ્રેસ અદિતી રાવ હૈદરીએ તેની ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ જણાવ્યું છે.
અદિતિ રાવ હૈદરી તે ન માત્ર એક જાણીતી એકટ્રેસ છે પરંતુ તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. એકટ્રેસની ચોઈસ, તેના વાળ અને ગ્લોઈંગ સ્કિન માટે પણ એટલીજ ફેમસ છે. હીરામંડી એકટ્રેસએ તેની ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ જણાવ્યું છે.
અદિતિ રાવ હૈદરીએ કહ્યું કે, ”તે ડાયટમાં ગ્લુટેન પર કંટ્રોલ કરવાના કારણે છે. મને લાગે છે કે ગ્લુટેન અને ડેરી પ્રોડક્ટસ પર કંટ્રોલ કરવાથી મદદ મળી છે. હું આ વસ્તુઓ ન ખાવાનો પ્રયત્ન કરું છું. અને પૂરતા પ્રમાણમાં લીલા શાકભાજી અને સારા કાર્બોહાઇડ્રેટ્સ ખાવાનો આગ્રહ રાખું છું.”

ગ્લુટેન શું છે?
ગ્લુટેન એક પ્રોટીન છે જે જવ ઘઉં વગેરે જેવા અનાજમાં જોવા મળે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ગ્લુટેન સેન્સિટિવિટી ધરાવતા લોકોમાં ગ્લુટેનનું સેવન કરવાથી પેટનું ફૂલવું, પેટમાં દુખાવો, ઝાડા અને થાક જેવી સમસ્યા શરૂ થઈ શકે છે. “સંધિવા જેવા ઓટોઈમ્યુન ડિસોર્ડના કિસ્સામાં, ગ્લુટેનનું સેવન વધુ સમસ્યા ઉભી કરી શકે છે અને શરીરમાં બળતરા પ્રતિભાવને ટ્રિગર કરી શકે છે. ગ્લુટેન તમારી સ્કિન હેલ્થ માટે પણ ખરાબ છે, એમ હેલ્થ એક્સપર્ટે જણાવ્યું છે.”
ગ્લુટેન સ્કિનને કેવી રીતે અસર કરે છે?
ગ્લુટેનયુક્ત ફૂડમાં રહેલ ખાંડ અને ફલાર શરીરમાં બળતરાના સ્ત્રોત છે, જે સ્કિન પર ખીલ અને એલર્જીક રીએકશનનું કારણ બની શકે છે.
એક્સપર્ટે એ પણ જણાવ્યું કે, ”જ્યારે ગ્લુટેન ફ્રી ડાયટ સ્કિન હેલ્થ માટે ખૂબ મદદરૂપ નથી, ત્યાં એવા અભ્યાસો છે જેમાં ગ્લુટેન ફ્રી ડાયટ ખાધા પછી વિવિધ સ્કિનને લગતી સમસ્યામાં સુધારો જોવા મળ્યો છે, જેમાં સૉરાયિસસ, વારંવાર થતી અલ્સર, એટોપિક સ્કિનનો સોજો, પાંડુરોગ અને એન્જીઓએડીમા. તેથી તમારા શરીર, ત્વચા અને વાળ માટે હેલ્થી ડાયટ લેવું હંમેશા જરૂરી છે.”