અમદાવાદમાં કોરોના બેકાબૂ થતાં બાગ-બગીચા, કાંકરિયા તળાવ અને પ્રાણી સંગ્રહાલય બંધ કરી દેવામાં આવ્યા છે. કોરોનાના કેસ બેકાબૂ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને આજથી જ શહેરનાં તમામ બાગ બગીચા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના કાંકરિયા લેક તેમજ ઝુ પણ બંધ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનના 273 ગાર્ડન આજથી તમામ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી હવે મોર્નિંગ વૉક કરનારાઓએ પણ બહારથી જ વોક કરવું પડશે.