મોદી સરકાર રચાવાની ખાતરીના ટ્રીગરે શેરબજારમાં ફરી જોરદાર તેજીનો માહોલ જામ્યો છે અને ખુલતા સત્રમાં જ સેન્સેકસ ૭૫૦ પોઇન્ટની જંપ સાથે ૭૫૦૦૦ની ઉપર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટીએ ૨૨,૮૫૦ની સપાટી વટાવી છે.
આજે ગુરુવારે બજારમાં કામકાજની શરૂઆત ગ્રીન ઝોનમાં થઈ છે, સેન્સેક્સ ૬૦૦ પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૧૦૦થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.
ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર બનવાની સંભાવના અને મોદીના પીએમ બનવાની આશા પ્રબળ બનવાથી બજારના સેન્ટિમેન્ટ ને ટેકો મળ્યો છે. આ ઉપરાંત અમેરિકાના લેબર ડેટા નબળા આવવાથી ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં કાપ જાહેર કરશે એવી આશા વચ્ચે વિશ્વ બજારમાંથી સારા સંકેત છે. ઍ જ સાથે યુએસ ટ્રેઝરી બિલની યિલ્ડમાં ઘટાડો થયો છે.
આ કારણો ભેગા થતા નિફ્ટી, સેન્સેક્સ અને બેન્ક નિફ્ટી ત્રણે લીલા નિશાન પર ખુલ્યા છે. પ્રારંભિક સત્રમાં સેન્સેક્સ ૬૯૬.૪૬ પોઈન્ટ ઉછળીને ૭૫,૦૭૮.૭૦ પર પહોંચ્યો હતો.
જ્યારે નિફ્ટી ૧૭૯.૧૫ પોઈન્ટ વધીને ૨૨,૭૯૯.૫૦ સુધી પહોંચી ગયો હતો. પાછલા સત્રમાં પાંચમી જૂને શેરબજારમાં તીવ્ર રિકવરી જોવા મળી હતી. બુધવારે ભારે ભયાનક નુકસાન સહન કર્યા પછી, નિફ્ટીએ ગુરુવારે બજારમાં લીલા નિશાનમાં ટ્રેડિંગ શરૂ થયું છે, સેન્સેક્સ ૬૦૦ પોઈન્ટના વધારા સાથે ખુલ્યો. જ્યારે નિફ્ટીમાં ૧૦૦થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.
ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર બનવાની સંભાવના અને મોદીના પીએમ બનવાના સમાચારથી બજારને સમર્થન મળ્યું છે અને તેથી જ ત્રણેય નિફ્ટી, સેન્સેક્સ અને બેન્ક નિફ્ટી લીલા નિશાન પર ખુલ્યા છે.
પ્રારંભિક સત્રમાં સેન્સેક્સ ૬૯૬.૪૬ પોઈન્ટ ઉછળીને ૭૫,૦૭૮.૭૦ પર પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી ૧૭૯.૧૫ પોઈન્ટ વધીને ૨૨,૭૯૯.૫૦ સુધી પહોંચી ગયો હતો.
૫ જૂને શેરબજારમાં તીવ્ર રિકવરી જોવા મળી હતી. આગલા દિવસે ભારે ભયાનક કડાકો સહન કર્યા પછી, નિફ્ટીએ ફરીથી મજબૂતી મેળવી અને ૭૩૫ પોઇન્ટના વધારા સાથે ૨૨,૬૦૦ની નજીક બંધ થયો હતો.
નિષ્ણાતો માને છે કે બજારને રાજકીય સ્થિરતા બાબતે સંતોષ મળ્યો હોવાથી આ ઉછાળો આવ્યો છે, જોકે સરકાર મિલીજુલી હોવાથી આર્થિક એજન્ડા આગળ વધારવામાં મુશ્કેલી થઈ શકે છે. વિદેશી ફંડોની વેચવાલી પણ ચાલુ રહી છે કારણકે તેમના મતે ભારતના વેલ્યુએશન હજુ ઘણાં ઊંચા છે. આ વર્ગ ચાઇના તરફ ફંટાયો છે.