હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાની અફવાઓનો અંત

નતાશાએ ફરી સોશિયલ મીડિયામાં આપ્યા સંકેત.

હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાની અફવાઓનો અંત, નતાશાએ ફરી સોશિયલ મીડિયામાં આપ્યા સંકેત

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકનું લગ્નજીવન ચર્ચામાં છે. અટકળો છે કે તેમની મેરિડ લાઈફમાં તણાવ ચાલી રહ્યો છે.  કપલના ડિવોર્સની ચર્ચા ચાલી રહી છે. હજુ સુધી હાર્દિક-નતાશાએ સંબંધમાં આવેલી ખટપટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Hardik Pandya-Natasa Stankovic 'Painted In Love' In New 'Haldi' Pics; See  Here

તાજેતરમાં જ નતાશાએ હાર્દિક સાથે વેડિંગ ફોટોને રી-સ્ટોર કર્યા. આ જોઈને ચાહકો ખુશ થયા. એવું કહેવાઈ રહ્યું છે કે બંને વચ્ચે અણબનાવ ખતમ થઈ ચૂક્યો છે. હવે નતાશાએ ઈન્સ્ટા પોસ્ટ દ્વારા એક હિંટ આપી છે. એક્ટ્રેસે ઈન્સ્ટા સ્ટોરી પર પોતાના પેટ ડોગની ફોટો શેર કરી છે. ડોગીએ સ્વેટર પહેરેલું છે. જેની પર પાંડાનું ચિત્ર છે. ડોગીનો ફોટો શેર કરીને નતાશાએ લખ્યું- Baby Rover Pand(y)a. ડિવોર્સની ચર્ચા વચ્ચે જે રીતે નતાશાએ પંડ્યા સરનેમનો ઉપયોગ કર્યો. ચાહકો ઈશારો માની રહ્યાં છે કે તે હાર્દિકથી અલગ થઈ નથી.

Hardik Pandya's Leheriya Kurta From His Haldi Is Unmissable, 43% OFF

લોકોનું અનુમાન છે કે નતાશા પોતાની સાસરીમાં રહે છે. ઘણી વખત તેને લિફ્ટની જે ફોટો શેર કરી છે, તે હાર્દિકના ઘરની લિફ્ટ જણાવાઈ રહી છે. હાર્દિક અને તેના સંબંધનું સત્ય શું છે, તે બંને જ જણાવી શકે છે. ચાહકો હાર્દિક-નતાશા તરફથી લગ્ન અંગે સત્યની રાહ જોઈ રહ્યાં છે. તે બંનેએ ૨૦૨૦માં ગુપ્ત લગ્ન કર્યા હતા. આ વર્ષે એક્ટ્રેસે પુત્ર અગસ્ત્યને પણ જન્મ આપ્યો. પછી ૨૦૨૩ ફેબ્રુઆરીમાં હાર્દિક અને નતાશાએ ગ્રાન્ડ વેડિંગ કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *