આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ છે

દર વર્ષે ૭ જૂનના રોજ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આવો જાણીએ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનું મહત્વ અને આ દિવસ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

World Food Safety Day 2024 : કેમ મનાવવામાં આવે છે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, શું છે ઈતિહાસ અને મહત્વ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં દર ૧૦ માંથી એક વ્યક્તિ ખરાબ ખોરાક ખાવાને કારણે અનેક ગંભીર બીમારીઓનો ભોગ બને છે. સાથે જ બાળકોના મામલે પણ આ આંકડો વધુ આશ્ચર્યજનક છે. રિપોર્ટ અનુસાર દર વર્ષે 5 વર્ષથી ઓછી ઉંમરના ૪૦ % બાળકો દૂષિત ખોરાક ખાવાના કારણે બીમાર પડે છે. ખોરાક પ્રત્યે જાગૃત કરવા માટે દર વર્ષે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે વિશ્વભરમાં ૭ જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને ખાદ્ય સુરક્ષા પ્રત્યે જાગૃત કરવાનો છે. આવો જાણીએ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનું મહત્વ અને આ દિવસ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

World Food Day Happy World Food Day Sticker - World Food Day Happy World  Food Day Food Day - Discover & Share GIFs

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઇતિહાસ

જાણકારી અનુસાર ૨૦ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ દર વર્ષે ૦૭ જૂનને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસને પહેલીવાર 7 જૂન 2019ના રોજ મનાવવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ દિવસને દુનિયાભરમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. ડબ્લ્યુએચઓ અને ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ) વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી માટે સાથે મળીને કામ કરે છે.

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનું શું મહત્વ છે?

Free Vector | Flat world food day concept

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર દર વર્ષે વિશ્વભરમાં લગભગ ૬૦૦ મિલિયન લોકો ખોરાકથી થતી બિમારીઓનો શિકાર બની રહ્યા છે. એટલે કે દર ૧૦માંથી ૧ વ્યક્તિ દૂષિત ખોરાકને કારણે બીમાર પડે છે. આમાંથી લગભગ ૪,૨૦,૦૦૦ લોકો દર વર્ષે જીવનની જંગ હારી જાય છે.

ખોરાકની નબળી ગુણવત્તાની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, જેની સીધી અસર વ્યક્તિના વિકાસ અને ડેવલેપમેન્ટ પર પણ પડે છે. ખાસ કરીને આ કિસ્સાઓ બાળકોમાં વધુ જોવા મળે છે. નોંધનીય બાબત એ છે કે ખોરાકજન્ય રોગો નરી આંખે દેખાતા નથી. આવી સ્થિતિમાં વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણીનો હેતુ લોકોને ખોરાક સાથે સંબંધિત જોખમો શોધીને, અટકાવીને અને તેના વિશે જણાવીને જાગૃત કરવાનો છે.

આ વર્ષની થીમ શું છે?

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ દર વર્ષે ૭ જૂને ઉજવવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેની થીમ ‘ફૂડ સેફ્ટી: પ્રિપેર ફોર ધ અનપેક્ષિત'(Food Safety: Prepare for the Unexpected) છે. WHO અનુસાર આ વર્ષની થીમ ખાદ્ય સુરક્ષા પ્રત્યે સભાન રહેવાનું મહત્વ દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *