એનડીએ બેઠકમાં પીએમ મોદીનું સંબોધન : રાજનાથ સિંહે મૂકેલા પ્રસ્તાવને ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારે સમર્થન આપવાની સાથે દરેક સાંસદોએ સમર્થન આપ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએ બેઠકને સંબોધી હતી.

એનડીએ બેઠકમાં પીએમ મોદીનું સંબોધન :
આજે શુક્રવારે ૭ જૂન ૨૦૨૪ના રોજ જૂના સંસદ ભવનમાં એનડીએની બેઠક મળી હતી. જેમાં એનડીએ સંસદીય દળના નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવી હતી. રાજનાથ સિંહે મૂકેલા આ પ્રસ્તાવને ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારે સમર્થન આપવાની સાથે દરેક સાંસદોએ સમર્થન આપ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએ બેઠકને સંબોધી હતી.
NDA દ્વારા મને આપવામાં આવેલી જવાબદારી માટે હું આભારી છું: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે NDAએ મને જવાબદારી સોંપી છે. હું આ નવી જવાબદારી માટે આભારી છું. આટલી ગરમીમાં પણ પાર્ટી માટે રાત-દિવસ કામ કરતા કાર્યકરોના પ્રયાસોને અમે સલામ કરીએ છીએ. તેમણે કહ્યું કે 10 રાજ્યોમાંથી જ્યાં આદિવાસીઓની વસ્તી વધુ છે, ત્યાં એનડીએ સત્તામાં છે. જે રાજ્યોમાં ખ્રિસ્તી ભાઈ-બહેનો છે ત્યાં પણ એનડીએની સરકાર છે. પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી પહેલા બનેલા ગઠબંધનમાં એનડીએ સૌથી વધુ સફળ રહ્યું છે.
દેશના ઈતિહાસમાં NDA સૌથી સફળ ગઠબંધન છે મોદી
સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે એનડીએ ભારતનું સૌથી સફળ પ્રી-પોલ ગઠબંધન છે. હું દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આનંદની વાત છે કે મને આટલા મોટા સમૂહને આવકારવાની તક મળી છે. જે મિત્રો વિજયી બન્યા છે તેઓ અભિનંદનને પાત્ર છે. હું બહુ ભાગ્યશાળી છું.
પીએમ મોદીએ કહ્યું કે 2019માં મેં એક વાત પર ભાર મૂક્યો હતો, વિશ્વાસ. જ્યારે તમે ફરી એકવાર મને આ જવાબદારી આપો છો, તો તેનો અર્થ એ છે કે અમારી વચ્ચે વિશ્વાસનો સેતુ અતૂટ છે. આ અતૂટ સંબંધ વિશ્વાસના મજબૂત પાયા પર આધારિત છે. આ સૌથી મોટી મૂડી છે. પીએમ મોદીએ કહ્યું કે કર્ણાટક અને તેલંગાણામાં લોકોએ NDAને સમર્થન આપ્યું છે.
દેશને આગળ લઈ જવાનો પૂરો પ્રયાસ કરીશું – મોદી
એનડીએ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે સરકાર ચલાવવા માટે ખૂબ જ જરૂરી છે. લોકશાહીનો એ જ સિદ્ધાંત છે પરંતુ દેશ ચલાવવા માટે તે ખૂબ જ જરૂરી છે. હું દેશની જનતાને આશ્વાસન આપું છું કે સરકાર ચલાવવા માટે તેમણે અમને જે બહુમતી આપી છે, તે અમારો પ્રયત્ન રહેશે કે સર્વસંમતિ તરફ કામ કરીએ અને દેશને આગળ લઈ જવા માટે કોઈ કસર બાકી નહીં રાખીએ.