અમદાવાદ અને ગાંધીનગરમાં ફરી ગરમી વધી

ગુજરાત વેધર : ગુજરાતમાં એક તરફ વરસાદની આગાહી થઈ રહી છે તો બીજી તરફ ગરમીનો પારો ઉચકાયો છે. અહીં વાંચો આજે ક્યાં વરસાદ પડશે.

Satellite Images

ગુજરાતમાં એક તરફ વરસાદની આગાહી થઈ રહી છે તો બીજી તરફ ગરમીનો પારો પણ ઉચકાઈ રહ્યો છે. ગુજરાતમાં ૧૨ જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની શક્યતાઓ પણ સેવાઈ છે. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીએ ફરી માથું ઉચક્યું છે. આ બંને શહેરોમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી પહોંચી ગયો છે.

Night rainy day GIF on GIFER - by Marilmeena

અમદાવાદ અને ગાંધીનગર બન્યા સૌથી ગરમ શહેર

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે શુક્રવારે ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૩૪.૪ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદ અને ગાંધીનગર ૪૩ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ગુજરાતના સૌથી ગરમ શહેર રહ્યા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર ૪૨.૮ ડિગ્રી સાથે બીજા સ્થાને, રાજકોટ અને વિદ્યાનગર ૪૨.૩ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં ગરમી ૪૧ ડિગ્રીની આસપાસ રહી હતી.

ગુજરાતના ૧૨ જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ અંગે આગાહી કરી છે કે આજે ૮ જૂન ૨૦૨૪, શનિવારના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વંટોળ સાથે વરસાદ પડી શકે છે. વિસ્તારની વાત કરીએ તો છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, અને દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓ જેમ કે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

શુક્રવારે ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેર મહત્તમ લઘુત્તમ
અમદાવાદ ૪૩.૦ ૩૦.૦
ડીસા ૪૧.૭ ૨૯.૩
ગાંધીનગર ૪૩.૦ ૩૦.૨
વલ્લભ વિદ્યાનગર ૪૨.૩ ૨૯.૦
વડોદરા ૪૧.૬ ૩૦.૦
સુરત ૩૮.૧ ૨૯.૮
વલસાડ ૩૭.૬ ૨૧.૮
દમણ ૩૫.૨ ૨૯.૨
ભુજ ૪૦.૪ ૨૭.૮
નલિયા ૩૬.૨ ૨૮.૬
કંડલા પોર્ટ ૩૭.૦ ૨૮.૫
કંડલા એરપોર્ટ ૪૦.૭ ૨૮.૨
અમરેલી ૦૦ ૨૭.૨
ભાવનગર ૩૯.૯ ૨૯.૮
દ્વારકા ૩૪.૨ ૨૯.૩
ઓખા ૩૫.૬ ૨૮.૮
પોરબંદર ૩૫.૬ ૨૭.૦
રાજકોટ ૪૨.૩ ૨૫.૮
વેરાવળ ૩૪.૪ ૨૯.૨
દીવ ૩૪.૫ ૨૭.૫
સુરેન્દ્રનગર ૪૨.૮ ૨૯.૦
મહુવા ૩૮.૪ ૨૮.૩
કેશોદ ૩૮.૭ ૨૭.૮

આજે અમદાવાદમાં કેવી રહેશે ગરમી?

અમદાવાદમાં આજે ગરમીમાં ઘટાડો થશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે દિવસના સમયે મેક્સીમમ યુવી ઈન્ડેક્સ ૧૩ રહેશે જે વધારે ગણાય. પવનની ગતિ ૧૫ કિલોમીટર પ્રતિ કલાક રહેશે જ્યારે હવામા ભેજનું પ્રમાણ ૬૨ % રહેશે. ૧૭ % આકાશ વાદળછાયું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *