કુશ્તીની ફાઈનલ હાર્યા બાદ બબીતા ફોગટની ‘બહેને’ કરી આત્મહત્યા

ખેલ જગતમાંથી મોટા અને અત્યંત દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. કુસ્તીની અંતિમ મેચ હાર્યા બાદ ભારતીય મહિલા રેસલર રિતિકાએ આત્મહત્યા કરી લીધી છે. રિતિકા બબીતા ​​ફોગાટ, ગીતા ફોગાટના (Gita Phogat, Babita Phogat) મામાની દીકરી હતી. સોમવારે રાત્રે બાલાલી ગામમાં તેને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિતિકાએ 12થી 14 માર્ચ દરમિયાન રાજસ્થાનના ભરતપુરના લોહાગઢ સ્ટેડિયમ ખાતે આયોજિત રાજ્ય કક્ષાની સબ જુનિયર, જુનિયર મહિલાઓ અને પુરુષોની કુસ્તી ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
અંતિમ મેચ 14 માર્ચે રમવામાં આવી હતી, જેમાં રિતિકા મેચ એક પોઈન્ટથી હારી ગઈ હતી. આ હાર બાદ તે ઘણી નિરાશ થઈ ગઈ હતી અને ઘેર આઘાતમાં સારી પડી હતી. ત્યારબાદ 15 માર્ચે રાત્રે 11 વાગ્યે બાલી ગામના મકાનમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *