સવારે ખાલી પેટ આદુ ખાવું સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય?

ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર, સવારે ખાલી પેટ આદુનું સેવન કરવાથી પાચનમાં મદદ મળી શકે છે.

Ginger : સવારે ખાલી પેટ આદુ ખાવું સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય?

સવારે ઉઠીને આપણે દિનચર્યામાં વ્યસ્ત થઇ જઇયે છીએ. સવારે સરસ ચા સાથે આપણા દિવસની શરૂઆત થાય છે. મોટાભાગના લોકો ચામાં આદુ ઉમેરે છે, જે તમને દિવસ દરમિયાન એનર્જી જાળવી રાખવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં અસરકારક છે.

Ginger for Gut Health

સવારે ખાલી પેટ આદુ ખાવા વિશે એક્સપર્ટ શું કહે છે?

ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર “સવારે ખાલી પેટ આદુનું સેવન કરવાથી પાચનમાં મદદ મળી શકે છે, ઉબકા આવવાની સમસ્યામાં રાહત, રક્ત પરિભ્રમણમાં સુધારો અને એકંદર રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તે દિવસની શરૂઆત કરવા માટે કુદરતી રીતે ઉર્જા પણ પ્રદાન કરે છે.”

આદુ લાળ બનાવામાં અને પિત્તના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે અને એકંદર પાચનને સુધારવામાં મદદ કરી શકે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે જે પાચનતંત્રની અગવડતાને દૂર કરી શકે છે.

સોશિયલ મીડિયા પર હેલ્ધી લાઇફસ્ટાઇલને પ્રોત્સાહન આપતી નવી નવી ટિપ્સ જોવા મળે છે. તાજેતરમાં, એક ઇન્સ્ટાગ્રામ પેજ પર આદુને રોજિંદા આહારમાં સામેલ કરવાના ફાયદા જણાવ્યા છે. કેપ્શનમાં લખ્યું છે કે, “શું તમે અનહેલ્ધી અને હઠીલા ચરબીને ઝડપી અને અસરકારક રીતે ગુમાવવા માંગો છો?”

Ginger Kombucha Sticker by moochakombucha

આદુનું નિયમિત સેવન કરવાથી થતા સ્વાસ્થ્ય ફાયદા

એક્સપર્ટ અનુસાર, ખાલી પેટ આદુનું નિયમિત સેવન બળતરા ઘટાડવામાં, પેટનું ફૂલવું અને ગેસ જેવી જઠરાંત્રિય સમસ્યાઓથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે. પોષક તત્ત્વોના શોષણમાં વધારો કરે છે અને વજન ઘટાડવાને પ્રોત્સાહન આપે છે. વધુમાં, તેના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો એકંદર આરોગ્યને ટેકો આપી શકે છે અને ક્રોનિક રોગોના જોખમને ઘટાડી શકે છે.

કેટલાક સંશોધન દર્શાવે છે કે આદુ એસિડ રિફ્લક્સ અથવા હાર્ટબર્ન જેવી પરિસ્થિતિઓને રોકવામાં મદદ કરી શકે છે.

આદુનું સેવન કરવાની આડઅસર

જ્યારે આદુ સામાન્ય રીતે મોટાભાગના લોકો માટે સલામત હોય છે, ત્યારે તેને ખાલી પેટ વધુ માત્રામાં ખાવાથી હાર્ટબર્ન, ગેસ અથવા ઝાડા જેવી જઠરાંત્રિય અગવડતા થઈ શકે છે.

પિત્તાશયની પથરી ધરાવતી વ્યક્તિ અથવા જેઓ લોહી પાતળું કરતી દવાઓ લે છે તેઓએ સાવધાની રાખવી જોઈએ અને નિયમિતપણે આદુનું સેવન કરતાં પહેલાં કોઈ હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવી જોઈએ.

આદુની સકારાત્મક અસર

દરરોજ ખાલી પેટ આદુનું સેવન કરવાથી ઉબકા આવવા, સવારની માંદગી (સગર્ભા સ્ત્રીઓમાં), માસિકસ્ત્રાવ વખતે દુખાવો, સંધિવાનો દુખાવો અને માથાના દુખાવામાં રાહત મળી શકે છે. તેના બળતરા વિરોધી ગુણધર્મો અસ્થિવા અથવા સંધિવા જેવી સ્થિતિઓ ધરાવતા વ્યક્તિઓને પણ લાભ આપી શકે છે.

આદુનનુ સેવન કેટલા પ્રમાણમાં કરવું?

એક્સપર્ટે કહ્યું, આદુની શ્રેષ્ઠ માત્રા વ્યક્તિગત સહનશીલતા અને સ્વાસ્થ્યની સ્થિતિના આધારે બદલાઈ શકે છે.ફ્રેશ આદુ, આદુની ચા અથવા આદુમાંથી બનાવેલ કંઈક ફૂડ ખાલી પેટે લઈ શકાય છે. સામાન્ય રીતે ઓછી માત્રામાં (લગભગ ૧ ગ્રામ) સાથે પ્રારંભ કરવાની અને ધીમે ધીમે સહન થાય તે રીતે વધારો કરવાની ભલામણ કરવામાં આવે છે.

all things ginger

જ્યારે આદુને લીંબુ, મધ, હળદર, કાળા મરી જેવા ઘટકો સાથે ભેળવવામાં આવે છે, ત્યારે તે ઉપચારાત્મક અસરોમાં વધારો કરી શકે છે, અને સાથે સ્વાદિષ્ટ અને હેલ્ધી મિશ્રણ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *