ગુજરાતમાં ચોમાસાના વરસાદ વિશે હવામાન વિભાગે ખાસ આગાહી કરી છે. આગામી બે દિવસમાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતમાં ચોમાસાના વરસાદની શરૂઆત થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે ઉનાળાની ભયંકર ગરમીથી લોકો રાહત અનુભવશે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરીછે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ૩ દિવસ દરમિયાન સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી ૪૮ કલાકમાં વરસાદની પધરામણી
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ૪૮ કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચશે. ગુજરાતમાં ૧૦ જૂન થી ૧૩ માર્ચ સુધી ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે.
૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન ફુંકાશે – હવામાન વિભાગ
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં ચોમાસા ના વરસાદ સાથે ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ઘણા વિસ્તારમાં વીજળી સાથે વરસાદ પડી શકે છે. આજથી આગામી બે દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વીજળીના તડકા ફડાકા સાથે વરસાદ પડી શકે છે.
આગામી બે દિવસ ક્યા વરસાદ પડશે?
હવામાન વિભાગ દ્વારા ૧૦ અને ૧૧ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં ૧૦ જૂનના રોજ વલસાડ, નવસારી, ભરૂચ, સૂરત, નર્મદા, ડાંગ, તાપી, વડોદરા, છોટા ઉદેપુર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તેમજ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.

તેવી જ રીતે ૧૧ જૂને નવસારી, ભરૂચ, સૂરત, નર્મદા, ડાંગ, તાપી, વડોદરા, છોટા ઉદેપુર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તેમજ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગરમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. અલબત્ત ઘણા જિલ્લાઓમાં વરસાદ પડવા છતાં મહત્તમ તાપમાન ૪૦ થી ૪૩ ડિગ્રી વચ્ચે રહી શકે છે.