ડોડામાં સેનાના પાંચ જવાન અને એક SPO ઘાયલ

છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં આ ત્રીજી આતંકવાદી ઘટના છે. અહીં આતંકવાદીઓએ ચતરગાલા વિસ્તારમાં એક ચેક પોસ્ટ પર હુમલો કર્યો.

Five soldiers, one policeman injured in Doda terror attack-Telangana Today

વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહના દિવસે જમ્મુ કાશ્મીરના રિયાસીમાં યાત્રાળુઓની બસ ઉપર આતંકી હુમોલ થયો હતો. આ હુમલામાં સામેલ એક આતંકવાદીનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે. 

Sunjuwan Terror Attack: Encounter At Jammu Army Camp Over, 4 Jaish  Terrorists Killed: 10 Updates

કઠુઆમાં એક આતંકી ઠાર મરાયો

જમ્મુ ડિવિઝનના કઠુઆ અને ડોડામાં મંગળવારે સાંજે આતંકીઓએ હુમલો કર્યો હતો. કઠુઆના હીરાનગરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કાર્યવાહી કરીને પોલીસે એક આતંકવાદીને ઠાર માર્યો છે જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે, તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં મંગળવારે રાત્રે વધુ એક આતંકી ઘટના બની હતી. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં આ ત્રીજી આતંકવાદી ઘટના છે. અહીં આતંકવાદીઓએ ચતરગાલા વિસ્તારમાં એક ચેક પોસ્ટ પર હુમલો કર્યો, જેમાં રાષ્ટ્રીય રાઈફલ્સના ચાર જવાન અને પોલીસના એક SPO ઘાયલ થયા.

રિયાસી આતંકી હુમલાના આતંકવાદીનો સ્કેચ જાહેર

જમ્મુ-કાશ્મીર પોલીસે રિયાસી આતંકી હુમલામાં સામેલ એક આતંકવાદીનો સ્કેચ જાહેર કર્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ આતંકવાદી વિશે માહિતી આપનારને ૨૦ લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે. રિયાસી આતંકી હુમલામાં ૧૦ લોકો માર્યા ગયા હતા અને બસ ખાઈમાં પડી જતાં ૪૨ લોકો ઘાયલ થયા હતા. બીજી તરફ જમ્મુ ડિવિઝનના હીરા નગરમાં મંગળવારે રાત્રે થયેલા આતંકી હુમલા બાદ કાર્યવાહી કરીને પોલીસે એક આતંકીને ઠાર કર્યો છે જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *